________________
૫. દેષ દ્વાર [ ગાથા ૨-૩૦, રૂદત્તની કથા,
ત્યાર પછી કુરૂક્ષેત્રનાં ગજપુર નગરમાં કપિલ બ્રાહ્મણને ઘેર તેની અનુદ્ધરા નામની પત્નીના ગર્ભમાં અવતર્યો.
તે વખતે બાકી રહી ગયેલા પાપના પ્રભાવથી પિતા મરી ગયા, અને જન્મ સમયે માતા પણ મરી ગઈ અને લેકેએ “ગૌતમ” એવું તેનું નામ રાખ્યું.
તે વાર પછી, માશીએ બહુજ મુશ્કેલીથી મેંટે કર્યો.
જુવાનીમાં આવતાં આવતાં તે આહાર માટે ઘેર ઘેર રખડતાં ભોજન પણ ન મળવાથી શરીરે ઘણે જ દુબળ થઈ ગયો. ૧૭
એક વખત સમુદ્રસેન નામના મુનિ મહાત્માને આહાર વિગેરેથી સત્કાર અને સન્માન પામતા જઈ, તેમની પાસે તેમની કૃપા મેળવીને, તેણે દીક્ષા લીધી. અનુક્રમે શાસ્ત્રના પારગામી થઈ મનનાં ભાવથી પણ સાધુ થયાં તેના ગુરુ મધ્ય રૈવેયક દેવલોકમાં અહમિન્દ્રદેવ થયા અને તે પણ આચાર્યપદ પામીને મુનિઓ અને શ્રાવકેથી પૂજાતા મધ્ય દૈવેયક દેવલોકમાં તપના બળથી દેવ થયાં. ૧૮
ત્યાંથી અવીને અહિં યદુવંશમાં અન્ધક વૃષ્ણિ નામે તમે રાજા થયાં છે. ૧૯ હવે આજ ભવમાં સંયમ ગ્રહણ કરીને તમે મેક્ષ પામશો.”
એ પ્રમાણે દિગમ્બર-આચાર્ય કૃત હરિવંશ પુરાણમાં અને વસુદેવ હીંડીના પ્રથમ ખંડ [મુ. પુ. પૃ. ૧૧૨]માં છે. * જૈનેતરે પણ એ પ્રમાણે દેષને સંભવ કહે છે.
પુરાણ વિગેરેમાં– " देव-द्रव्येण या वृद्धि गुरु-द्रव्येण यद् धनम् , । तद् धनं कुल-नाशाय, मृतोऽपि नरकं व्रजेत् ॥१॥
[ નિ-ચે ૨૩૩ ] દેવ દ્રવ્યથી ધનમાં જે વધારે થાય છે, અને ગુરુ દ્રવ્યથી જે વધારે મળે છે, તે ધન કુળના નાશ માટે થાય છે.” ૧
વૃદ્ધિસમૃદ્ધિ કુળના નાશ માટે કુળના ઉછેર માટે થાય છે.
૧ આ લોકનું તુચ્છ ફળ બતાવ્યું. અને તે દેવ દ્રવ્યાદિકને ખાનારે મહાપાપને લીધે મેલા મનવાળે હેવાથી, મરીને નરક દુર્ગતિની પરંપરા પામે છે.
૨ આ રીતે પરલોકમાં મળતું ફળ બતાવ્યું. * એ જ પુરાણમાં પણ મોટા દેશે બતાવ્યા છે.