________________
ગાથા ૧૨ દેવું તરત દેવા વિષે. ] ૨. વૃદ્ધિદ્વાર
અને તે પણ સર્વ જાણે તેમ તરત જ વાપરી નાખવું. પરંતુ આભડ શેઠના પુત્રએ જેમ પિતાના નામે ન વાપર્યું તેમ ન વાપરવું.
(આભડશેઠના પુત્રએ પિતાની પાછળ વાપરવાનું દ્રવ્ય પિતાને નામે નહિ પણ પિતાને નામે વાપર્યું હતું.) .
આભડશેઠની કથા
શ્રી અણહિલપુર પાટણમાં શ્રીમાળી જ્ઞાતિના નાગરાજ નામે કેટીક્વજ શેઠ થયા હતા અને તેને મહિલાદેવી નામે પત્ની હતા.
મહિલાદેવી સગર્ભા હતા તે જ સ્થિતિમાં શેઠ વિશુચિકા (કલેરા) રોગથી મરણ પામ્યા.
શેઠ પુત્ર વિના મરણ પામ્યા હોવાથી રાજાએ તેનું બધું ધન લઈ લીધું. અને શેઠાણું ધોળકે પિયર ગયા. અનુક્રમે અમારી પડહ (કઈ પણું જીવને જેમ બને તેમ ન મારે, ન મારે એ જાતની ઘોષણાને ઢેલ) વગડાવીને પિતાએ દેહદ (ગર્ભના પ્રભાવથી ગર્ભવતી માતાના મનની તીવ્ર અભિલાષી પૂરે કર્યો. અને તેણુએ આભડ નામના પુત્રને જન્મ આપ્યો, અને તેનું નામ આભડ રખાવ્યું.
પાંચ વર્ષનો પાઠશાળામાં તે ભણતો હતો ત્યારે બધા તેને “નબાપ” “નબાપ” એમ કહેવાથી માતા પાસેથી પિતાનું સ્વરૂપ જાણ્યું, ને જુવાન થતાં થતાંમાં પાટણ ગયે.
પિતાના ઘરમાં રહીને વેપાર કરતાં ભાવલ દેવીને પરણ્ય. પછી પુણ્યદયને યોગે જુના ભંડાર મળવા વિગેરેથી કેટી ધ્વજ થયો. અને ત્રણ દિકરા થયા. અનુક્રમે પાપના ઉદયન ગે નિર્ધન થઈ જવાથી દિકરાઓ સાથે પત્નીને પિયર મેકલી અને પોતે ઝવેરીની દુકાને મણિ વિગેરે ઘસીને એક જવ જેટલું તેનું પેદા કરે (મેળવે) છે.
અને જાતે દળી, રાંધીને ભોજન કરે છે ને વખત પસાર કરે છે.
એક વખત બહુ જ ટુંકામાં શ્રી હેમચંદ્રાચાર્ય ગુરુ મહારાજ પાસે ઇરછા પરિમાણ રૂપ વ્રત લેવાનું રાખતાં ગુરુમહારાજે રોકવાથી નવ લાખ દ્રમ્મના પરિમાણને નિયમ સ્વીકાર્યો. અને તે જ નિયમ અનુસાર બીજા પણ નિયમ કર્યા. તેથી “જે વધે તે ધર્મ કાર્યમાં ખર્ચવું.” એવો નિયમ કર્યો. એમ કરતાં અનુક્રમે પાંચ દ્રમ્મ ગાંઠે થયા.
એક દિવસે ઇન્દ્રનિલ મણુને હાર પાંચ દ્રમ્મથી ખરીદી તેને ઘસીને લાખની કિંમતના તે ઈન્દ્રનિલ મણું બનાવ્યા. અનુક્રમે પહેલાની માફક ધનવાન થયા. કુટુંબ મળ્યું.
પછી સાધુ મહારાજાઓને રોજ ઘીના ગાવા લહેરાવે, સાધર્મિક-વાત્સલ્ય કરે, મહાપૂજા રચાવે, દર વર્ષે પુસ્તક લખાવે, દહેરાસરેના જીર્ણોદ્ધાર કરાવે, પ્રતિમાજી (જન પ્રતિમાદિક)ની સાર-સંભાળ લેવરાવે વિગેરે ધર્મ કાર્યો કરતાં કરતાં ચોરાસી વર્ષનું આયુષ્ય પૂરું થવા આવ્યું ત્યારે ધર્મ કામમાં ખર્ચેલા ધનના હિસાબનો ચેપડે વંચાવતી વખતે “અઠ્ઠાણું લાખ દ્રમ્મનો ખર્ચ થયો છે,” એમ સાંભળીને શેઠને ખેદ થયો, અને બોલી ઉઠયા, કે-“અરેરે...રે મેં લેભીયાએ એક કરોડ પણ પૂરા નથી ખર્ચા?”
તે જ વખતે તેના પુત્રોએ દશ લાખ ખર્ચીને એક કરોડને આઠ લાખ પૂરા કર્યા અને બીજા આઠ લાખ શેઠની પાછળ ખર્ચવાનું સંભળાવ્યું.