Book Title: Dravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પયાર્યનો રાસ + ટબો (૧/૧)]
૫
અંતરંગ છે. જ્ઞાન આત્માનું લક્ષણ છે. તથા જ્ઞાન આત્માનો મુખ્ય સ્વભાવ છે. માટે યથાશક્તિ તપ -ત્યાગ-વ્રત-નિયમાદિના પાલન દ્વારા મહદ્ અંશે આશ્રવોથી વિમુખ થયેલ હોવાથી જેમનામાં સાચી જ્ઞાનરુચિ પ્રગટ થઈ છે તેવા તેમજ નિર્દભપણે નિર્મળ આત્મજ્ઞાનની-તત્ત્વજ્ઞાનની રુચિવાળા છે તેવા જીવો જ આ ગ્રંથને ભણવાના અધિકારી છે. તથા ‘ાને, વિળ, વહુમાળે...' ઈત્યાદિ જ્ઞાનાચારનું યથાશક્તિ પાલન કરવાની પરમાર્થથી તૈયારી હોય તો જ જ્ઞાનરુચિવાળા જીવોની સાચી જ્ઞાનરુચિ કહી શકાય. તેનાથી પ્રશમરતિમાં વર્ણવેલ કર્મબંધવિયોગરૂપ મોક્ષ સુલભ થાય.
* ગ્રંથઅધિકારી અંગે વિચારણા
આવી પ્રામાણિક જ્ઞાનરુચિ વગરના જીવો આ ગ્રંથને ભણવાના અધિકારી નથી - એવું અર્થતઃ ફલિત થાય છે. પરંતુ એનો અર્થ એવો નથી કે તેવા જીવો પ્રત્યે ગ્રંથકારને દ્વેષ હોવાથી તેઓને આ ગ્રંથના અનધિકારી કહ્યા છે. વસ્તુસ્થિતિ એ છે કે જે આરાધકો આત્મા-સંવ-નિર્જરા-મોક્ષ વગેરે તત્ત્વોની તાત્ત્વિક સમજણ મેળવવા ઝંખી રહ્યા છે તેવા જ આરાધકોમાં આ ગ્રંથનું પારમાર્થિક પરિણમન થવાની સંભાવના છે. તેથી તેવા જીવોને આ ગ્રંથના અધિકારી કહ્યા છે. માટે ‘આત્માર્થી’ પદનો ‘જ્ઞાનરુચિવાળા' આ અર્થ સંગત જ છે. સમ્યગ્ જ્ઞાન આત્માનો ગુણ છે. પદાર્થના સ્વરૂપનો નિર્ણય કરાવનાર નિર્મળ જ્ઞાન છે. આત્મા, પુણ્ય, પાપ વગેરે પદાર્થોનું અસ્તિત્વ છે કે નહિ ? તેવા પદાર્થોનું શુદ્ધ સ્વરૂપ કેવું છે ? અશુદ્ધ સ્વરૂપ કેવું છે? અ આત્માના શુદ્ધ ગુણો ક્યા ક્યા ? અશુદ્ધ ગુણો ક્યા ક્યા ? જીવાદિ નવ તત્ત્વોના પર્યાયો ક્યા ? આ બાબતમાં શુદ્ધ-અશુદ્ધ દૃષ્ટિકોણથી (= નયથી) તથા સર્વાંગી દ્રષ્ટિકોણથી (= પ્રમાણથી) વિચાર-વિમર્શ કરવો તે દ્રવ્યાનુયોગ કહેવાય છે. તેથી પોતાનામાં આત્માર્થીપણું પ્રગટાવીને પ્રસ્તુત પ્રબંધના પ્રભાવે આવા દ્યો ઉત્તમ દ્રવ્યાનુયોગનો પરામર્શ (અનુસંધાન) કરવામાં પોતાની પ્રજ્ઞાનો વિનિયોગ કરવામાં જ પ્રજ્ઞાની સફળતા અને સાર્થકતા સમાયેલી છે. આ રીતે પોતાની પ્રજ્ઞાને સફળ કરીને મોક્ષમાર્ગે સાધકે આગળ વધવું જોઈએ. આવો ગ્રંથકારશ્રીનો આશય છે. પ્રજ્ઞાસાફલ્યની દિશામાં આગળ વધારવા માટે દ્રવ્યાનુયોગનું અનુસંધાન કરાવવા દ્વારા આ ગ્રંથ સહાયક છે.
છે.
• અધ્યાત્મ અનુયોગ : સાર્થક નામ લ
અહીં એક વાત ખ્યાલમાં રાખવી કે દ્રવ્યાનુયોગને ભણીને જે તેના આધ્યાત્મિક ઉપનયને જાણતો નથી, તે ખરેખર માત્ર દ્રવ્યાનુયોગને ભણવાના ભારને જ ઊંચકે છે. ખરેખર આધ્યાત્મિક ઉપનય જ શાસ્ત્રનું પોતાનું આંતરિક શરીર કહેવાય છે. જ્ઞાનાચાર-દર્શનાચારાદિમાં વીર્યાચાર વણાયેલ હોવા છતાં તે જ્ઞાનાચારાદિનો પ્રાણ છે. તેથી વીર્યાચારને શાસ્ત્રોમાં જ્ઞાનાચારાદિ કરતાં અલગ દેખાડેલ છે. તેમ દ્રવ્યાનુયોગાદિમાં અધ્યાત્માનુયોગ વણાયેલ હોવા છતાં તે દ્રવ્યાનુયોગાદિનો પ્રાણ છે. તેથી આ ગ્રંથમાં દરેક શ્લોકનો આધ્યાત્મિક ઉપનય દર્શાવવા દ્વારા અધ્યાત્મ અનુયોગને અભિવ્યક્ત કરેલ છે. જો કે વ્યુત્પન્ન લોકોને તો શાસ્ત્ર જાતે જ પોતાના આંતરિક શરીરનું વિવરણ = સ્પષ્ટીકરણ કરે છે. તો પણ જે વાચકો તેવા વિચક્ષણા નથી, તેઓના ઉપકાર માટે દરેક શ્લોકમાં છેડે આધ્યાત્મિક ઉપનયને અમે જણાવીએ છીએ. તેથી શ્લોકાર્થ સહિત અધ્યાત્મિક ઉપનયનું ‘અધ્યાત્મ અનુયોગ’ - એવું નામ સાર્થક સમજવું. (૧/૧)