Book Title: Dravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૧૬૦
- વરાdge :
[ અધ્યાત્મ અનુયોગ સહિત વર્તતો ઋજુસૂત્ર ભાખઈ, અર્થ નિજઅનુકૂલ રે; "ક્ષણિક પર્યાય કહઈ સૂમ, મનુષ્યાદિક શૂલ રે ૬/૧૩il (૮૬) બહુ.
ઋજુસૂત્રનય વર્તતો અર્થ ભાખઈ, પણિ અતીત અનાગત અર્થ ન માનઈં. વર્તમાન પણિ નિજ અનુકૂલ* = આપણા કામનો અર્થ માનઈ, પણિ પરકીય ન માનઈ.
તેહ ઋજુસૂત્રનય દ્વિભેદ કહવો - એક સૂક્ષ્મ, બીજો ચૂલ. સૂક્ષ્મ તેહ ક્ષણિક પર્યાય માનઈ (+કહઈ). સ્થૂલ તે મનુષ્યાદિ પર્યાય માનઇ (+કહઈ). પણિ કાલત્રયવર્તી પર્યાય ન માનઇ. વ્યવહારનય તે ત્રિકાલ પર્યાય માનઈ. તે માટઈ સ્થૂલ ઋજુસૂત્ર, વ્યવહારનયનઈ સંકર ન જાણવો./૬/૧૭ll
र साम्प्रतं स्वानुकूलञ्चर्जुसूत्रस्तु प्रभाषते । क्षणिकपर्ययं सूक्ष्मः, स्थूलश्च मनुजादिकम् ।।६/१३।।
wજુસૂત્રનયની ઓળખાણ શ્લોકાર્થ :- ઋજુસૂત્રનય તો વર્તમાનકાલીન અને પોતાને અનુકૂલ એવા વિષયને કહે છે. સૂક્ષ્મ ઋજુસૂત્રનય ક્ષણિક પર્યાયને કહે છે. તથા પૂલ ઋજુસૂત્રનય મનુષ્ય વગેરે પર્યાયને કહે છે.(૬/૧૩)
છે હજુસુદનયનો આધ્યાત્મિક ઉપયોગ છે દૂર આધ્યાત્મિક ઉપનય :- ‘વર્તમાનકાલીન સ્વકીય વસ્તુ જ કાયદેસર રીતે પોતાનું કાર્ય કરવાથી વાસ્તવિક
છે' - આવી ઋજુસૂત્રનયની વાત આધ્યાત્મિક દૃષ્ટિએ એ રીતે વિચારવી કે વર્તમાનકાળમાં તપ-ત્યાગ " -સ્વાધ્યાય-સેવા કરવાની પુષ્કળ શક્તિ હોવા છતાં ઉત્સાહપૂર્વક સાધના કરવાના બદલે કેવળ પોતાની . ભૂતકાળની સાધનાની બડાઈ હાંકવામાં આવે અથવા “આવતા ભવમાં દીક્ષા લઈશ” – તેવી લુખી ભાવના
વ્યક્ત કરવામાં આવે કે બીજાની આરાધનાની ફક્ત હોઠથી પ્રશંસા કરવામાં આવે તો તેનાથી આત્માની 5 આધ્યાત્મિક દરિદ્રતા રવાના થઈ શકતી નથી. કેમ કે અતીત, અનાગત અને પરકીય સાધના વર્તમાનકાળે
આપણું કામ ન કરવાથી અસત્ છે. અસત્ એવી અતીત-અનાગત-પરકીય સાધનાથી આપણો મોક્ષ કેવી
રીતે થઈ શકે ? અન્યથા અતીત સાધનાથી, અનાગત સાધનાથી કે તીર્થકર ભગવંતોની (કપરકીય) સાધનાથી છે પણ હમણાં જ આપણો મોક્ષ થઈ જાય. તેથી ભૂતકાળમાં કે ભવિષ્યકાળમાં ખોવાઈ જવાને બદલે
વર્તમાનકાળમાં શક્તિ છૂપાવ્યા વિના સ્વભૂમિકાને યોગ્ય સાધનામાં ગળાડૂબ રહેવું. તથા પરલક્ષી વિચારધારાને ખસેડી આત્મલક્ષી વિચારધારાને અપનાવવી. આ જ વસ્તુ પરમાર્થ સત્ છે. ઋજુસૂત્રનયનો આ ઉપદેશ આદરવા લાયક અને અપનાવવા લાયક છે. તેનાથી ઋજુસૂત્રનયસંમત મુક્તિ નજીક આવે. ઋજુસૂત્રનયમતે વિશુદ્ધ જ્ઞાન-સુખ વગેરે પર્યાયોની પરંપરા = પ્રવાહ એ જ મોક્ષ છે. આ વાત કાર્નાિશિકાપ્રકરણમાં
એ દર્શાવેલ છે. તથા તેની નયલતા વ્યાખ્યામાં અમે તેનું વિવેચન પણ કરેલ છે. (૬/૧૩)
લા.(૨)+મ.માં ‘ષણિક... સૂષિમઃ પાઠ. કો.(૨+૪+૧૨)નો પાઠ લીધો છે. ૪ પુસ્તકોમાં “પર્યય' પાઠ. પાઠ લીધો છે. જે મામો ‘સુષિમ’ પાઠ છે. કો.(૧)+(૭)નો પાઠ લીધો છે. * પુસ્તકોમાં “અનુકુલ” પાઠ અશુદ્ધ. કો. (૧૩)નો પાઠ લીધો છે. આ કો.(૧૩)માં ‘તો’ પાઠ, 5 B(૨)માં “સંકેત' પાઠ.