Book Title: Dravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૨૮૬
[ અધ્યાત્મ અનુયોગ સહિત » ઔપાધિકરવરૂપમાં અટવાઈએ નહિ)
જ :- જેમ આકાશ પરમાર્થથી એક જ હોવા છતાં તેના બે ભેદ ઉપાધિભેદથી ધ્યા પડે છે, તેમ આપણો જીવ પણ એક હોવા છતાં શરીર, ઈન્દ્રિય વગેરે ઉપાધિના ભેદથી આપણા
, સંસારી-મુક્ત વગેરે ભેદો પડે છે. જેમ ધર્માસ્તિકાય ન હોવાથી અલોકાકાશના મૂળભૂત સ્વરૂપમાં કોઈ દળ ફરક પડતો નથી, તેમ શરીર, ઈન્દ્રિય, મન, પુણ્ય વગેરે આપણા ન હોવાથી આપણા મૂળભૂત ,, ચૈતન્યસ્વરૂપમાં કે મૂળસ્વરૂપે આપણામાં કોઈ જ ભેદ પડી શકતો નથી. માટે શરીર માંદુ પડે, ઈન્દ્રિયમાં આ ખોડખાંપણ આવે, મન મૂછિત - બેહોશ થાય, પુણ્ય પરવારે તેવા સંયોગમાં આપણે વિહ્વળ થવાની
કશી જ જરૂર નથી. કેમ કે તેવી પરિસ્થિતિમાં પણ આપણા મૂળભૂત ચૈતન્ય સ્વરૂપમાં તો નિશ્ચયથી 3 જરાય ફરક પડતો નથી. આ હકીક્ત આપણી નજરમાંથી ખસવી ન જોઈએ. આ રીતે જ નિશીથચૂર્ણિમાં વા બતાવેલ સર્વકર્મવિયોગસ્વરૂપ મોક્ષ સુલભ બને.(૧૦૯)