Book Title: Dravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૨૯૭
દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ +ટબો (૧૦/૧૮)]
અપ્રદેશતા રે સૂત્રિ અનુસરી, જો અણુ કહિ રે તેહ; તો પર્યાયવચનથી જોડીઈ, ઉપચારઈ સવિ એહ ૧૦/૧૮ (૧૭૯) સમ. હવઈ જો ઈમ કહસ્યો જે “સૂત્રિ કાલ અપ્રદેશ કહિઉ છી. તેહનઈ અનુસારઈ (તેહ=) કાલ અણુ કહિઈ”, તો પર્યાયવચનથી જોડીઈ) સર્વઈ ગ જીવાજીવપર્યાયરૂપ જ કાલ કહિઉ છઈ, તેહમાંહઈ વિરોધ ભયથી દ્રવ્યકાલ પણિ કિમ કહો " છો ?
તેહ માટઈ કાલનઈ દ્રવ્યત્વવચન તથા લોકાકાશપ્રદેશપ્રમાણ અણુવચન એ સર્વ ઉપચારઈ જોડાઈ. મુખ્ય વૃત્તિ તે પર્યાયરૂપ કાલ જ સૂત્રસંમત છઈ. ત વ “વાસ્તષેત્યે” (તસૂ.૧/૩૮) ઈહાં ' વચનઈ સર્વસમ્મતત્વાભાવ સૂચિઉં. ૧૦/૧૮
: अप्रदेशत्वसूत्राद्धि कालाणुः कथ्यते यदि। - તર્દિ યસૂત્રાદ્ધિ સર્વનેવી વારિષ્ના /૨૮
છે કાલદ્રવ્ય_પ્રતિપાદક વચન ઔપચારિક છે દિલો કી - જો અપ્રદેશવદર્શક આગમસૂત્રના આધારે તમે કાલાણનું નિરૂપણ કરતા હો તો પર્યાયસૂત્રથી કાલદ્રવ્ય_પ્રતિપાદક સર્વ શાસ્ત્રવચન ઔપચારિક જ જાણવા. (૧૦/૧૮)
વિવેકપૂર્વક સમન્વય કરવાની ઉદારતા કેળવીએ જી.
- કાળમાં દ્રવ્યાત્મકતાનું અને પર્યાયાત્મક્તાનું પ્રતિપાદન કરનાર શાસ્ત્રવચનો પરસ્પર વિરોધી લાગે. તેમ છતાં ગ્રંથકારશ્રીએ બન્ને પ્રકારના શાસ્ત્રવચનોની સંગતિ ગૌણ-મુખ્યભાવ દ્વારા કરેલ છે. પરંતુ કોઈ પણ શાસ્ત્રવચનને ખોટું ઠરાવેલ નથી. આના ઉપરથી આપણે એટલો બોધપાઠ લેવા જેવો છે કે કોઈ પણ વ્યક્તિની વિરોધી લાગતી વાતની જ્યાં સુધી જે પ્રમાણે અર્થસંગતિ સારી ને રીતે થઈ શકતી હોય ત્યાં સુધી તેની વાતનો તે પ્રમાણે વિવેકપૂર્વક સમન્વય કરવાની ઉદારતા તથા 6 મધ્યસ્થતા આપણે વ્યવહારમાં પણ ધારણ કરવી જ જોઈએ.” આવું બને તો જ શુદ્ધ ભાવસ્યાદ્વાદની પરિણતિ આપણામાં પાંગરી શકે. બાકી સ્યાદ્વાદ ફક્ત શાસ્ત્રમાં જીવતો રહે, આપણા આત્મામાં નહિ. સામેની વ્યક્તિના આશયને સમજ્યા વિના, તેની સાથે અન્યાય થઈ ન જાય તેની કાળજી રાખ્યા વિના, 04 માત્ર દ્વેષભાવથી તેની વાતનું આડેધડ ખંડન કરવાનું વલણ જ્યાં સુધી રવાના થાય નહિ, ત્યાં સુધી કોઈને પણ શુદ્ધ ભાવઅનેકાન્તમય પરિણતિથી મળી શકે તેવો મોક્ષ સુલભ નથી. તત્ત્વાર્થસૂત્રહારિભદ્રી વૃત્તિમાં કર્મમુક્ત આત્માને જ મોક્ષરૂપે જણાવેલ છે. (૧૦/૧૮)
૧ કો.(૯)+સિ.માં “તેહનો પાઠ. 8 લા.૨માં “નયથી’ પાઠ. 8 લી.(૩)માં “પ્રદેશપરમાણુવચન પાઠ. ૧ લા.(૨)માં “જોડીનઈ પાઠ.