Book Title: Dravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 382
________________ ધ્યા મ ૩૨૮ [ અધ્યાત્મ અનુયોગ સહિત છે. તેના વિના દ્રવ્યમાં પ્રસિદ્ધ પદ્ધતિ મુજબ મુખ્ય સ્વરૂપ કઈ રીતે આપી શકાય ? આ રીતે સર્વ દ્રવ્યોમાં સામાન્ય સ્વભાવો અગિયાર જ છે. આમ જિનાગમના અર્થને મનમાં વિચારીને અહીં સુંદર યશોવાદને વર્ણવાદને ફેલાવો. (૧૧/૧૨) પરમભાવને પૂર્ણ વિશુદ્ધ કરીએ = આ :- દરેક દ્રવ્યમાં પોતાનો પરમભાવ હોય છે. તે કાયમ એકસરખો રહે છે. ફક્ત જીવ દ્રવ્યની વિશેષતા એ છે કે જીવનું ચૈતન્ય પ્રગટ-અપ્રગટ, શુદ્ધ-અશુદ્ધ વગેરે સ્વરૂપે વિવિધ પ્રકારનું બનતું હોય છે. તેથી તેને પૂર્ણતયા પ્રગટ કરવાનો અને વિશુદ્ધ બનાવવાનો ઉદ્યમ જીવનના છેડા સુધી છું કરવો જોઈએ – તેવા પ્રકારનો ઉપદેશ અહીં પ્રાપ્ત થાય છે. તેના પ્રભાવે જ આરાધનાપતાકામાં જણાવેલ યો નિરાબાધ સિદ્ધસ્વરૂપ ઝડપથી પ્રગટ થાય છે. ત્યાં જણાવેલ છે કે “જ્યાં (૧) ઘડપણ નથી, (૨) મરણ નથી, (૩) રોગો નથી, (૪) શોક નથી, (૫) દરિદ્રતા નથી, (૬) ભય નથી, (૭) ઈષ્ટ પુત્રાદિનો સંયોગ નથી, (૮) ક્યારેય પણ કેવળજ્ઞાનાદિનો વિયોગ નથી, તે સિદ્ધશિલામાં અંતિમ આરાધનાના પ્રભાવથી ગયેલો જીવ પીડારહિત બનીને સાદિ-અનંત કાળ સુધી સુખી રહે છે.”(૧૧/૧૨) ♦ અગિયારમી શાખા સમાપ્ત ૦ || પ્રશસ્તિ ॥ પૂજ્યપાદ ન્યાયવિશારદ, વર્ધમાનતપોનિધિ, સકલસંઘહિતચિંતક સ્વ. ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પરમ પૂજ્ય પદ્મમણિતીર્થોદ્ધારક પાર્શ્વપ્રજ્ઞાલયતીર્થપ્રેરક પૂનાજિલ્લા ઉદ્ધારક પંન્યાસપ્રવર શ્રીવિશ્વકલ્યાણવિજયજી ગણિવરના શિષ્યાણુ પંન્યાસ યશોવિજય ગણી દ્વારા રચાયેલ ‘અધ્યાત્મ અનુયોગ'નો પ્રથમ ભાગ પરમ પૂજ્ય પ્રશાંતમૂર્તિ ગીતાર્થ ચૂડામણિ સિદ્ધાન્તદિવાકર વર્તમાન કાળના સર્વાધિક શ્રમણોના ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજાના સ્વર્ણિમ સામ્રાજ્યમાં સાનંદ સંપૂર્ણ થયો.

Loading...

Page Navigation
1 ... 380 381 382 383 384 385 386