Book Title: Dravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 380
________________ ૩૨૬ [અધ્યાત્મ અનુયોગ સહિત परामर्श: भव्यस्वभावः स्वरूपान्तरभवनगम्यः शक्तध्रुवस्य, सदा परभावाऽभवनमभव्यभावः परद्रव्ययोगेऽपि। भव्यस्वभावं विना शून्यं स्यान्ननु कूटकार्ययोगेन, भवेदभव्यस्वभावं विना द्रव्याऽन्यता द्रव्ययोगेन।।११/११।। & ભવ્ય-અભવ્યસ્વભાવ અત્યાજ્ય & રીકાથ:- શક્તિમાન દ્રવ્યનો ભવ્યસ્વભાવ પોતાના અન્યરૂપના આવિર્ભાવ દ્વારા અભિવ્યક્ત થાય છે. પરદ્રવ્યનો સંયોગ થવા છતાં પણ કાયમ અન્ય સ્વભાવરૂપે પરિણમન ન થવું તે અભવ્યસ્વભાવ જાણવો. ભવ્યસ્વભાવ વિના મિથ્યા કાર્યના યોગે કરીને જગત શૂન્ય થઈ જાય. તથા અભવ્યસ્વભાવ વિના અન્ય દ્રવ્યના યોગે અન્યદ્રવ્યપણે પરિણમન થઈ જાય. (૧૧/૧૧) ભવ્ય-અભવ્ય સ્વભાવ જાણી યોગ્યતાને સક્રિય બનાવીએ છે આશાવલના- ભવ્યસ્વભાવના લીધે સમકિતી, શ્રાવક, સાધુ ક્ષપકશ્રેણીઆરૂઢ, કેવલજ્ઞાની એ અને મુક્ત સ્વરૂપે પરિણમન થવાની આપણી યોગ્યતાને સક્રિય બનાવવા માટે આપણે સાવધાન રહેવાનું યા છે. તેમજ કર્મવશ, સંયોગવશ, લાચારીવશ કે ભવિતવ્યતાવશ કોઈ જીવ મોહમૂઢ બનેલો જણાય, જડ જેવો જણાય તો પણ તે જીવ જીવ તરીકે મટીને જડ કદાપિ બનવાનો નથી. કેમ કે તેનો તેવા પ્રકારનો અભવ્યસ્વભાવ વિદ્યમાન છે. જીવ જડ બનવાની નુકસાનીને ક્યારેય ભોગવવાનો નથી. જીવ માત્ર જડ સ્વરૂપે પરિણમતો નથી - માત્ર આટલું જ નથી. પરંતુ જે આકાશપ્રદેશમાં જીવ રહેલ છે, ત્યાં જ રહેલા આ પુણ્ય-પાપ વગેરે સ્વરૂપે પણ કોઈ પણ આત્મા પરિણમતો નથી. પોતાના ચૈતન્યસ્વરૂપનો ત્યાગ કરીને ન કોઈ પણ આત્મા પરમાર્થથી અન્ય સ્વરૂપે પરિણમતો નથી. * મૈત્રી વગેરે ભાવો ટકાવવા જ તેથી આ જ અભિપ્રાયથી યોગીન્દ્રદેવે પરમાત્મપ્રકાશ ગ્રંથમાં જણાવેલ છે કે પોતાના ચૈતન્યસ્વરૂપને છે છોડીને એક પણ આત્મા પુણ્યરૂપે પણ પરિણમતો નથી, પાપરૂપે પણ પરિણમતો નથી, કાળસ્વરૂપે કે આકાશસ્વરૂપે પણ પરિણમતો નથી. ધર્માસ્તિકાય કે અધર્માસ્તિકાયસ્વરૂપે પણ તે પરિણમતો નથી. કાયા સ્વરૂપે પણ તે પરિણમતો નથી.' (૧) “સેંકડો ભીલોથી ખીચોખીચ ભરેલા શાલગ્રામમાં વસવાટ કરવા છતાં પણ બ્રાહ્મણ ક્યારેય ભીલ બનતો નથી.” (૨) “એકત્ર સાથે રહેવા છતાં ય કાચ કાચ તરીકે જ રહે તથા મણિ મણિ તરીકે જ રહે - આ બન્ને ન્યાયને પ્રસ્તુતમાં લક્ષમાં રાખી મોહમૂઢ જીવો પ્રત્યે મૈત્રી વગેરે ભાવો ટકાવી રાખવા કે જેથી તેના પ્રભાવે આરાધનાપતાકામાં દર્શાવેલ સિદ્ધસુખ નજીક આવે. ત્યાં વીરભદ્રસૂરિજીએ જણાવેલ છે કે “ત્રણેય કાળમાં નરેન્દ્ર અને સુરેન્દ્ર પાસે જે શ્રેષ્ઠ સુખો છે તે એક સિદ્ધ ભગવંતના એક સમયના સુખની તુલનાને પામી શકતા નથી. મતલબ કે સૈકાલિક ઉત્કૃષ્ટ સાંસારિક સુખ કરતાં પણ એક સમયનું સિદ્ધસુખ અત્યંત ચઢિયાતું છે.(૧૧/૧૧)

Loading...

Page Navigation
1 ... 378 379 380 381 382 383 384 385 386