Book Title: Dravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૩00
[ અધ્યાત્મ અનુયોગ સહિત (B) પારકા છે, (C) શરીરના ગુમડા જેવા છે, (D) બાવળીયાના ઝેરી કાંટા જેવા છે, (E) રોગસ્વરૂપ છે, (ર) મૃગજળતુલ્ય તુચ્છ છે, (G) મધુરા પણ ઝેરી કિંપાકફળ જેવા છે, (H) અત્યંત ગાઢ અંધકારની જેમ મૂંઝવનારા છે, આત્માને અકળાવનારા છે, (I) મહામૃત્યસ્વરૂપ છે, (૩) ખાલી છતાં બંધ મુઠી જેવા લોભાવનારા છે, () સુખનો માત્ર આભાસ કરાવનારા છે, (L) રાગાધ્યાસાત્મક છે, (M) આત્માને બેહોશ કરનારી મહામોહની ગાઢ નિદ્રા છે, (N) મારા આત્માને ઠગનારા છે, નિતાંત આત્મવંચના સ્વરૂપ છે, (0) સ્ત્રીદેહાદિસ્વરૂપ ભોગસાધનો શિકારી પશુઓનું ભક્ષ્ય છે, (P) રાખના ઢગલા સ્વરૂપ
છે, (7) અત્યંત ગંદા કાદવના લેપસ્વરૂપ છે, (R) દોરડા વગરનું બંધન છે, (S) આત્માના પુણ્યને અ અને શુદ્ધિવૈભવને બાળનાર દાવાનળ છે, (T) કેળના થડમાંથી બનેલા થાંભલાની જેમ અસાર છે, હા (0) સંક્લેશયુક્ત છે, સંક્લેશજનક છે, (W) મારા આત્માની ઘોર વિડંબના કરનાર છે, (w) નરકનો
રાજમાર્ગ છે, (લાકડાના લાડુની જેમ દાંતને (આત્મશુદ્ધિ-પુષ્ટિને) ખતમ કરનાર છે, (Y) મોટા (dી આશીવિષ સર્ષની જેમ તાત્કાલિક (આત્મશુદ્ધિને) ખલાસ કરનાર છે, (Z) મોક્ષપ્રાપ્તિમાં મોટો અવરોધ .. અને અંતરાય કરનાર છે' - ઈત્યાદિ વિભાવના યથાયોગ્યપણે હાર્દિક રીતે કરીને તેમાંથી ઉચિત રીતે અસંગભાવે શાંતિથી પસાર થઈ જવું.
વેદોદયને પરવશ થવાની ભૂલ ન કરવી. વેદોદય વખતે પણ પોતાના પરમનિર્વિકારી પવિત્ર આ આત્મસ્વરૂપ ઉપર આપણી દૃષ્ટિને રુચિપૂર્વક સ્થિર કરવી. આ રીતે કાન્તા નામની છઠ્ઠી યોગદષ્ટિ ધી આત્માર્થી સાધકને મળે. પ્રસ્તુતમાં યોગદૃષ્ટિસમુચ્ચયની કારિકા પણ યાદ કરવા યોગ્ય છે. ત્યાં A શ્રીહરિભદ્રસૂરિજીએ જણાવેલ છે કે “મૃગજળ સમાન ભોગોને તુચ્છસ્વરૂપે જોતો જીવ તે ભોગોને ભોગવવા છતાં પણ તેમાં અસંગ બનીને પરમ પદ તરફ આગળ વધે જ છે.'
જિ ભેદવિજ્ઞાન : સર્વશાસ્ત્રસાર (૩) તેમજ સહજ ચેતના સંપૂર્ણતયા જે રીતે અનાવૃત થાય, પ્રગટ થાય તે રીતે તેનું પ્રણિધાન દઢ કરવું. આ ત્રણ સાવધાની રાખવામાં આવે તો તેવા જીવોનો મોક્ષ બહુ દૂર નથી જ. તે માટે ઈબ્દોપદેશની એક કારિકા યાદ કરવા યોગ્ય છે. ત્યાં જણાવેલ છે કે “જીવ જુદો છે અને પુદ્ગલ ભિન્ન છે. આટલો જ તત્ત્વકથનનો સાર છે. તે સિવાય જે કાંઈ કહેવાય છે તે તેનો જ વિસ્તાર છે. આવા આધ્યાત્મિક બોધપાઠના બળથી શ્રીચન્દ્રતિલક ઉપાધ્યાયજીએ શ્રીઅભયકુમારચરિત્રમાં વર્ણવેલું સિદ્ધસ્વરૂપ ઝડપથી પ્રગટે. ત્યાં અનંત શક્તિ, અનંત દર્શન, અનંત સુખ, અનંત જ્ઞાન અને અનંત = ક્ષાયિક સમ્યક્ત - આ પાંચને ધારણ કરનારા સર્વ સિદ્ધોને નમસ્કાર કરવામાં આવેલ છે. (૧૦/૨૦)
Novo