Book Title: Dravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 368
________________ ૩૧૪ [ અધ્યાત્મ અનુયોગ સહિત આ અતિરવભાવનું પ્રયોજન છે આ યાદી - અસ્તિસ્વભાવના લીધે આપણું અસ્તિત્વ અનુભવાય છે. અસ્તિસ્વભાવ કાયમ એ હાજર છે. તેથી “આત્મા તરીકે આપણે વર્તમાનમાં વિદ્યમાન છીએ' - આવો અનુભવ આપણને કરાવવા ,, તે સદા તૈયાર જ છે. શાસ્ત્રપરિકર્મિત બુદ્ધિ હોય તથા તેવું લક્ષ હોય, ઉપયોગ હોય તો “અસંખ્યાતપ્રદેશમય, Mા દેહાદિભિન્ન, દેહવ્યાપી શાશ્વત ચૈતન્યસ્વરૂપે હું સર્વદા વિદ્યમાન જ છે - આવો આપણને અનુભવ 0 અસ્તિસ્વભાવ કરાવે. તેનાથી વિષયવૈરાગ્ય ઉત્કૃષ્ટ થાય છે. આ અંગે દિગંબર પૂજ્યપાદસ્વામીએ ઈબ્દોપદેશમાં જણાવેલ છે કે “જેમ જેમ ઉત્તમ આત્મતત્ત્વ અનુભૂતિમાં આવે છે તેમ તેમ સરળતાથી ૨ મળે તેવા પણ વિષયો જીવને ગમતા નથી.” ત્યાર બાદ પ્રાપ્ત થયેલા ગુણોને વિશે પણ અભિમાન કરવાના ત બદલે તેના પ્રત્યે વૈરાગ્ય પ્રાપ્ત થતાં મરણાંત કષ્ટો-ઉપસર્ગો-પરિષહોની વચ્ચે રહેલા ગજસુકુમાલ મહામુનિ, | મેતારજ મુનિ વગેરે અસ્તિસ્વભાવજનિત ઉપરોક્ત અનુભૂતિના આધારે જ કૈવલ્યલક્ષ્મીને પામી ગયા ચી હશે! ત્યાર બાદ તેઓએ નમસ્કાર મહાભ્ય ગ્રંથમાં જણાવેલ સિદ્ધસ્વરૂપને ધારણ કર્યું. ત્યાં શ્રીસિદ્ધસેનાચાર્ય મ ભગવંતે જણાવેલ છે કે “સિદ્ધ ભગવંતો (૧) નિરંજન, (૨) ચિદાનંદરૂપી, (૩) રૂપાદિરહિત, (૪) સ્વભાવથી લોકાગ્ર ભાગે પહોંચેલા અને (૫) અનંતજ્ઞાન-દર્શન-સુખ-શક્તિસ્વરૂપ અનંત ચતુષ્ટયની સિદ્ધિવાળા હોય છે. ચાલો, આપણે પણ એ જ દિશામાં આગેકૂચ કરીએ. અસ્તિસ્વભાવ એ દિશામાં સહાય કરવા સદા સજ્જ છે. આવો ઉપદેશ અહીં પ્રાપ્ત થાય છે. (૧૧/૫)

Loading...

Page Navigation
1 ... 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386