Book Title: Dravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 376
________________ ૩૨૨ [ અધ્યાત્મ અનુયોગ સહિત * એક-અનેકસ્વભાવ અપરિહાર્ય - અનેક સ્વભાવોનો એક આશ્રય હોય તો એકસ્વભાવ જ હોય અને એક-અનેકવસ્તુસન્તાનમાં - અનેકસ્વભાવ જણાય. ખરેખર એક સ્વભાવ વિના સામાન્યધર્મના અભાવથી વિશેષ ન હોય. તથા અનેકસ્વભાવ વિના વિશેષ ન હોવાથી વસ્તુની સત્તા = અસ્તિતા = વિદ્યમાનતા જ ન હોય.(૧૧/૯) એકાનેક સ્વભાવનું પ્રયોજન :- એકાનેકસ્વભાવની વાત અધ્યાત્મદૃષ્ટિએ એ રીતે ઉપયોગી છે કે આપણે આજે આરાધક હોઈએ તેટલા માત્રથી કાયમ આરાધક જ રહેવાના છીએ - તેવી ભ્રમણાનો ભોગ ચા બની ન જવું. કારણ કે આપણે અનેકસ્વભાવ ધરાવીએ છીએ. કોને ખબર છે કે આવતીકાલે આપણે વિરાધકસ્વભાવવાળા નથી જ થવાના ? પ્રજ્ઞાપનાસૂત્ર વગેરે મુજબ અનંતા ચૌદપૂર્વધરો આજે પણ નિગોદમાં હાજર જ છે ને ! તેથી આરાધકપણાના મિથ્યાભિમાનમાં રાચવાના બદલે, આપણે એકસ્વભાવ -આરાધકસ્વભાવ ટકે તેવી જાગૃતિ રાખવી. તથા અન્ય વ્યક્તિ વિરાધના-વિરાધકભાવમાં અટવાયેલ દેખાય ત્યારે ‘તેનો આ ફક્ત એક જ સ્વભાવ કાયમ ટકવાનો નથી. કેમ કે તે અનેકસ્વભાવને ધરાવે . છે. તેથી આજે ભલે તેનો વિરાધકસ્વભાવ કાર્યરત દેખાય. પરંતુ આવતીકાલે તેનો આરાધકસ્વભાવ યો પણ જરૂર કાર્યશીલ બનશે, ગતિશીલ બનશે' - આવું વિચારી વર્તમાનમાં દોષગ્રસ્ત વ્યક્તિ પ્રત્યે બિલકુલ દ્વેષ-દુર્ભાવ-ધિક્કાર પ્રગટે નહિ તેની કાળજી રાખવી. પરંતુ સામેની વ્યક્તિનો જૂનો વિરાધકસ્વભાવ ॥ જ આપણા મનમાં રાખીને તેના પ્રત્યે ક્યારેય પણ એકાન્તવાદને = એકસ્વભાવવાદને ધારણ ન કરવો. તેથી તો સિદ્ધસેનસૂરિજીએ નમસ્કારમાહાત્મ્યમાં જણાવેલ છે કે ‘એકચક્રવાળો રથ ચાલતો નથી. એક પાંખવાળું પંખી આકાશમાં આગળ જતું નથી. તેમ એકાન્તમાર્ગમાં રહેલો માણસ મોક્ષને પામતો નથી.' શુદ્ધ ભાવ અનેકાન્તવાદની પરિણતિથી નિર્વાણપદ ખૂબ જ નજીક આવે છે. નિર્વાણપદને બતાવતા સમ્યક્ત્વસઋતિકામાં જણાવેલ છે કે ‘નિરુપમ સુખથી યુક્ત, કલ્યાણકારી, રોગરહિત, અક્ષય એવું નિર્વાણપદ છે.' આ અંગે ઊંડાણથી વિભાવના કરવી. (૧૧/૯)

Loading...

Page Navigation
1 ... 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386