Book Title: Dravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૨૯૬
[અધ્યાત્મ અનુયોગ સહિત આ માટે સાધારણ (common) છે. કોઈ પણ શ્રીમંતને જીવવા માટે એકીસાથે બે સમય મળતા નથી. તથા ,, કોઈ પણ ગરીબને ત્યારે જીવવા માટે એક પણ સમય ન મળે તેવું બનતું નથી. કોઈ પણ જીવ પ્રત્યે પ્પા કાળ પક્ષપાત કરતો નથી. અત્યાર સુધીના દીર્ઘ ભૂતકાળમાં અનંતા જીવો આત્મકલ્યાણ સાધીને મોક્ષમાં ભ પહોંચી ગયા. આપણે હજુ અહીં જ રહેલા છીએ. આમાં કાળનો કશો વાંક નથી. કાળનો વાંક કાઢવાના
બદલે આપણા પ્રમાદને ગુનેગાર ઠરાવી, અપ્રમત્તપણે જિનાજ્ઞાપાલનમાં પ્રવૃત્ત થઈએ તો આત્મકલ્યાણ અ બહુ નજીકના કાળમાં પ્રાપ્ત થયા વિના ન રહે. જિનશાસન, સદ્ગુરુ વગેરેની પ્રાપ્તિ થવાથી હમણાં કાળ , તો આપણને અનુકૂળ જ છે. આપણે અપ્રમત્ત બનવા દ્વારા કાળને અનુકૂળ બનીએ તે જરૂરી છે. તથા છે કાલાણુની જેમ આપણે સર્વ પ્રત્યે નિષ્પક્ષ બનીએ તે જરૂરી છે. આટલો બોધપાઠ આ શ્લોક દ્વારા મેળવવા
જેવો છે. તેના લીધે સંક્લેશ ક્ષીણ થવાથી જે મુક્તિ યોગસારાભૂતમાં દિગંબરાચાર્ય અમિતગતિએ દર્શાવેલી છે, તે સંગત થાય છે. (૧૦/૧૭)