Book Title: Dravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૧૬૯
દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ + ટબો (૩)].
જિમ જગિ કેવલજ્ઞાન , આત્મદ્રવ્યનું
મઈનાણાદિક તેહનું એ II૭/૩il (૯૨) જિમ (જગિક) જગમાંહિ “આત્મદ્રવ્યનું કેવલજ્ઞાન” ઇમ ષષ્ઠીઈ પ્રયોગ કીજઇ.
તથા “મતિજ્ઞાનાદિક (તેહનુંs) આત્મદ્રવ્યના ગુણ” ઇમ બોલાવિય, ધર્મ-ધર્મીના રસ ભેદથી(એ). I૭/૩
आत्मनः केवलज्ञानं भूतव्यवहृतिः सती। ___ मतिज्ञानादि तस्यैवाऽशुद्धा सा जगति स्मृता।।७/३।।
તે શુદ્ધ-અશુદ્ધ સદ્ભુત વ્યવહારના ઉદાહરણ છે શ્લોકાર્થ :- જેમ કે આ જગતમાં “આત્માનું કેવલજ્ઞાન' - આ વચન શુદ્ધ સદ્ભુત વ્યવહાર તરીકે માન્ય છે. “આત્માનું મતિજ્ઞાન વગેરે’ - આ વચન અશુદ્ધ સભૂત વ્યવહાર તરીકે માન્ય છે. (૩)
* સભૂત વ્યવહાર ઉપનયનું પ્રયોજન આધ્યાત્મિક ઉપનય :- “સંસાર, સાંસારિક પદાર્થો અનિત્ય છે, અસાર છે' - એવું જાણીને સાધક વિરક્ત બને છે. બિહામણા સંસારનો તેને ભય લાગે છે. ‘વિરાટ સંસારમાં પરમાર્થથી પોતાનું કોઈ પણ નથી' – આ ખ્યાલથી તેને કર્મના બંધનમાંથી મુક્ત થવાની ઈચ્છા પ્રગટે છે. તે દશામાં મુમુક્ષુને છે ? શાશ્વત તત્ત્વની પરમાર્થથી ગરજ ઊભી થાય છે. શાશ્વત તત્ત્વની ખોજમાં ખોવાયેલો સાધક ગુરુગમથી પોતાના શાશ્વત અને શુદ્ધ એવા કેવલજ્ઞાનાદિ ગુણવૈભવને જાણે છે. “શક્તિસ્વરૂપે પોતાના આત્મામાં ?” રહેલા હોવાથી ક્ષાયિક ગુણો સદ્ભૂત છે, વાસ્તવિક છે. ફક્ત તેને પ્રગટ કરવાની જરૂર છે, આવરણને હટાવવાની આવશ્યકતા છે' - આ પ્રમાણે જાણીને શુદ્ધ આત્મગુણો પ્રગટ કરવા માટે તે સાધક મુમુક્ષુ આત્મનિરીક્ષણ-તત્ત્વપરીક્ષણ વગેરે શાસ્ત્રોક્ત અભ્યત્તર પ્રયોગોને વિશે ઝળહળતા સંવેગથી પ્રવર્તે છે. મતિજ્ઞાન વગેરે ક્ષાયોપથમિક ગુણો અશુદ્ધ હોવા છતાં પણ સદ્ભુત છે, વાસ્તવિક છે. તેથી જ “મતિજ્ઞાન છે! આદિ સ્વરૂપ પોતાની ચેતના એ આત્મનિરીક્ષણ વગેરે પ્રયોગો કરવાની શાળા છે' - એવું જાણીને મુમુક્ષુ મતિજ્ઞાનાદિસ્વરૂપ ઉપયોગાત્મક પ્રયોગશાળામાં, વૈરાગી હોવાથી અંતર્મુખ બનીને, પોતાના ઉપયોગની અશુદ્ધિનો પૂર્ણતયા ક્ષય કરવા માટે તથા પ્રકૃષ્ટ શુદ્ધિની સમ્યક્ પ્રાપ્તિ માટે સર્વદા પ્રયાસ કરે છે. આ રીતે તે ગુણોને શુદ્ધ કરે છે. • પુસ્તકોમાં “ગ્યાન' પાઠ. કો.(૪)નો પાઠ લીધો છે. જે પુસ્તકોમાં “આતમ પાઠ. કો.(૯)+સિ.નો પાઠ લીધો છે. જ મ.+ધ.માં “લઈ પાઠ. કો. (૨+૧૨+૧૩)માં “મદ' પાઠ. મો. (૨)માં “ઈમ' પાઠ. (૨+૩) +કો. (૫+૬+૧૩)
+ B(૧+૨) + P(૧) નો પાઠ લીધો છે. '... ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)માં છે..