Book Title: Dravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૨૪૪
परामर्शः
पयोव्रतो न दध्यत्ति न पयोऽत्ति दधिव्रतः । अगोरसव्रतो नोभे तस्मात् त्रिलक्षणं जगत् ।।९ / ९ ।।
[ અધ્યાત્મ અનુયોગ સહિત
* દૂધવત વગેરે દૃષ્ટાંતથી ત્રૈલક્ષણ્યસિદ્ધિ
શ્લોકાર્થ :- દૂધવ્રતવાળો દહીં ખાતો નથી. તથા દહીંવ્રતવાળો દૂધ પીતો નથી. અગોરસવ્રતવાળો દૂધ અને દહીં બન્નેને ખાતો નથી. તેથી જગત ત્રિલક્ષણાત્મક છે. (૯/૯)
* લોકોત્તર સિદ્ધાન્તને દૃઢ કરીએ
આધ્યાત્મિક ઉપનય :- ‘પ્રત્યેક પદાર્થ ત્રિલક્ષણાત્મક છે’
આ સિદ્ધાન્ત લોકોત્તર છે. ઘટ-મુગટ
-સુવર્ણના વ્યય-ઉત્પાદ-ધ્રૌવ્યનું ઉદાહરણ લૌકિક છે. જ્યારે દૂધવ્રત, દહીંવ્રત વગેરેનું દૃષ્ટાંત લોકોત્તર દૃષ્ટાંત છે, શાસ્ત્રીય ઉદાહરણ છે. લોકોત્તર દૃષ્ટાંત દ્વારા લોકોત્તર સિદ્ધાન્તની સંગતિ કરવામાં આવે તો લોકોત્તર સિદ્ધાન્ત વધુ દૃઢ બને છે. તેથી ‘લોકોત્તર સિદ્ધાન્તની સંગતિ લોકોત્તર ઉદાહરણ દ્વારા થઈ શકતી હોય તો તે રીતે તેની સંગતિ કરવી જોઈએ' - આવી સૂચના ઉપરોક્ત શ્લોક દ્વારા મળે છે. તેથી અન્યવિધ લોકોત્તર સિદ્ધાન્તનું સમર્થન કરનારા એવા લોકોત્તર દૃષ્ટાંતની શોધ કરવા તથા તેના દ્વારા લોકોત્તર સિદ્ધાન્તનું સમર્થન કરવા આપણે હંમેશા તત્પર રહેવું જોઈએ. આ રીતે લોકોત્તર સિદ્ધાન્તનું સ્પષ્ટીકરણ અને દઢીકરણ થવાથી સમ્યગ્દર્શનની શુદ્ધિ તથા સમ્યજ્ઞાનની સૂક્ષ્મતા થવા દ્વારા મોક્ષમાર્ગાનુસારી ક્ષયોપશમ વધુ બળવાન બને છે. તેના લીધે આત્માર્થી સાધક મહાનિશીથમાં જણાવેલ સિદ્ધસુખને ઝડપથી મેળવે છે. ત્યાં જણાવેલ છે કે ‘સિદ્ધનું સુખ (૧) ઐકાન્તિક (અવશ્યભાવી), (૨) આત્યન્તિક (પ્રચુર-પુષ્કળ), (૩) ઉપદ્રવશૂન્ય, (૪) અચલ, (૫) અક્ષય, (૬) ધ્રુવ, (૭) પરમ શાશ્વત, (૮) નિરંતર અને (૯) સર્વોત્તમ છે.' (૯/૯)
-