Book Title: Dravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
[ અધ્યાત્મ અનુયોગ સહિત
હવઈ નિરાકાર જે સમ્યક્ત્વ-વીર્યાદિક ભાવ, તેહનઈં તથા સિદ્ધાદિક શુદ્ધ દ્રવ્યનઈં કાલસંબંધથી ઝૈલક્ષણ્ય દેખાડઈ છઈ -
૨૫૬
ઇમ જે પર્યાયઇ પરિણમઇ, ક્ષણસંબંધઈ પણિ ભાવ રે;
તેહથી તિયલક્ષણ સંભવઈ, નહીં તો તે થાય અભાવ રે ।।૯/૧૭ા (૧૫૦) જિન. ઇમ જે ભાવ ક્ષણસંબંધઈ પણિ પર્યાયથી પરિણમઈ, તેહથી ૩ લક્ષણ સંભવઈ. જિમ દ્વિતીયક્ષણઈં ભાવ આદ્યક્ષણઇં સંબંધ પરિણામઇં નાશ પામ્યો; દ્વિતીયક્ષણસંબંધપરિણામઇં ઊપનો; ક્ષણસંબંધમાત્રઈ ધ્રુવ છઈ; તે કાલસંબંધથી ઝૈલક્ષણ્ય સંભવઇઈ.
નહીં તો તે વસ્તુ અભાવ (થાય=) થઈ જાઈ. ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયોગ જ ભાવલક્ષણસહિત છઈ. તે રહિત શવિષાણાદિક તે અભાવરૂપઈ છઈ. ઈતિ ૧૫૦ ગાથાર્થ. ૫૯/૧૭॥ इति यः पर्ययेणेतो भावो हि क्षणबन्धतः । परामर्शः ततस्त्रिलक्षणः स स्यात् तस्यैवाऽभावताऽन्यथा ।।९/१७ ।।
* ક્ષણસંબંધથી સમકિતાદિમાં ત્રિલક્ષણનું પરિણમન
શ્લોકાર્થ :- આ પ્રકારે જે ભાવ ક્ષણસંબંધની દૃષ્ટિએ પર્યાયથી પરિણત થાય, તે ક્ષણસંબંધથી જ તે ભાવ ત્રિલક્ષણવાળો થાય છે. જો આવું ન માનવામાં આવે તો તે ભાવનો ઉચ્છેદ થઈ જાય. (૯/૧૭) → કાળ કોળિયો કરી જાય છે )
આધ્યાત્મિક ઉપનય :- કાળના માધ્યમથી પ્રત્યેક વસ્તુમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યની સિદ્ધિ એવું દર્શાવે ૐ છે કે આપણે કશું કરીએ કે ના કરીએ પરંતુ પ્રતિસમય કાળ આપણો કોળિયો કરી રહેલ છે. જો કશુંક સારું કરીએ, શક્તિ છૂપાવ્યા વિના આજ્ઞાપાલન કરીએ તો સારા સ્વરૂપે, શુદ્ધ સ્વરૂપે આપણું પરિણમન કાળતત્ત્વ કરે. અન્યથા ખરાબ સ્વરૂપે, મલિન સ્વરૂપે આપણી ઉત્પત્તિ કાળતત્ત્વ કરે તો નવાઈ નહિ. આ બાબતને સતત નજર સામે રાખીને સ્વભૂમિકા મુજબ અહોભાવથી ઉપયોગપૂર્વક જિનાજ્ઞાપાલનમાં મસ્ત રહેવાનો આધ્યાત્મિક ઉપદેશ આ શ્લોક દ્વારા મેળવવા યોગ્ય છે. આ રીતે જ મોક્ષમાર્ગમાં આગળ વધવાથી વિશિકાપ્રકરણમાં દર્શાવેલ સિદ્ધસુખ ખૂબ જ નજીક આવે. ત્યાં શ્રીહરિભદ્રસૂરિજીએ અનંત સિદ્ધસુખને સિદ્ધ કરતાં જણાવેલ છે કે ‘સર્વ શત્રુના ક્ષયથી, સર્વ રોગોના નાશથી, સર્વ અર્થનો સંયોગ થવાથી તથા સર્વ ઈચ્છાઓની પૂર્તિ થવાથી જીવને જે સુખ થાય, તે કરતાં અનંતગણું આ સિદ્ધોનું સુખ ભાવશત્રુના ક્ષય વગેરેથી હોય છે.' (૯/૧૭)
• કો.(૯)+સિ.માં ‘તિણથી’ પાઠ.
♦આ.(૧)માં ‘લક્ષણપણિ' પાઠ.
♦ પુસ્તકોમાં ‘સહિત' નથી. આ.(૧)માં છે.
...( ચિહ્નદ્વયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨)માં છે.