Book Title: Dravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૨ ૭૨
- ટૂંકસાર –
: શાખા - ૧૦ : દ્રવ્ય-ગુણ-પર્યાયના ભેદભેદની વિચારણા કરી. હવે દ્રવ્યના પ્રકારો જણાવાય છે. (૧૦/૧) તે વિભિન્ન પ્રકારના યથાર્થ જ્ઞાન અને શ્રદ્ધા દ્વારા અંતરંગ મોક્ષપુરુષાર્થ કરવો. (૧૦)
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ, પુદ્ગલ અને આત્મા - એમ છ દ્રવ્યો શાશ્વત જાણવા. આમ શાશ્વત આત્મતત્ત્વને જાણીને નિર્ભયતાપૂર્વક ઉપસર્નાદિમાં સ્થિર રહેવું. (૧૦૩)
લોકમાં જીવની અને જડની ગતિનું અપેક્ષાકારણ ધર્માસ્તિકાય છે. મન-વચન-કાયયોગની પ્રવૃત્તિમાં પણ ધર્માસ્તિકાય સહાયક હોવાથી તેના પ્રત્યે કૃતજ્ઞતા કેળવી આત્મશુદ્ધિના પ્રયત્નો કરવા. (૧૦)
જીવને અને પુદ્ગલને સ્થિર રહેવામાં અધર્માસ્તિકાય સહાયક છે. ધ્યાન માટે કાયિક સ્થિરતા અને ચિત્તસ્થિરતા જરૂરી છે. તે માટે અધર્માસ્તિકાયનો ઉપકાર માની નમ્રભાવે ધ્યાનસાધનામાં આગળ વધવું. (૧૦/૫)
મુક્ત જીવની ગતિમાં સ્વાભાવિક રીતે ધર્માસ્તિકાય સહાયક છે. (૧૦/૬) જેમ ગતિમાં ધર્માસ્તિકાયને તેમ સ્થિતિમાં અધર્માસ્તિકાયને કારણ માનવાનું છે. (૧૦/૭)
આકાશ જેમ ભેદભાવ વિના જીવ-અજીવને રહેવાની જગ્યા આપે છે. તેમ આપણે કોઈ પણ જાતના પક્ષપાત વિના સર્વ જીવોને મૈત્રીભાવે આપણા હૃદયમાં સ્થાન આપવું. (૧૦૮)
લોકાકાશ અને અલોકાકાશ પરમાર્થથી એક જ છે. તેમ સંસારી જીવો અને સિદ્ધના જીવો પરમાર્થથી એકસ્વરૂપ જ જાણી સિદ્ધત્વની સાધના માટે ઉત્સાહ જગાવવો. (૧૦)
કાળ દ્રવ્ય નથી, પર્યાય છે. પરંતુ તેમાં દ્રવ્યનો ઉપચાર કરીને “કાળ અનંત છે' - તેવું બોલાય છે. વર્તનાપર્યાયસ્વરૂપ કાળનો સાધકે સાધના દ્વારા સદુપયોગ કરી લેવાનો છે. (૧૦/૧૦)
સિદ્ધાંતમાં “જીવ અને અજીવ એ જ કાળ છે' - આવું બતાવેલ છે. તેથી આપણે આપણો કાળ સુધારવા સતત જાગૃત રહેવું. (૧૦/૧૧)
મતાંતરે જ્યોતિશ્ચક્રની ગતિ દ્વારા દ્રવ્યાત્મક કાળતત્ત્વનો નિર્ણય થાય છે. સ્થૂલલોકવ્યવહારસિદ્ધ કાલદ્રવ્ય અપેક્ષારહિત સમજવું. (૧૦/૧૨-૧૩)
મંદગતિથી એક આકાશપ્રદેશમાંથી બીજા આકાશપ્રદેશમાં પરમાણુ જેટલા કાળમાં સંચરે તેટલો કાળ ‘સમય’ કહેવાય. આ દિગંબર મત શ્વેતાંબરો પણ સ્વીકારે છે. અહીં વિશાળ દષ્ટિકોણથી બીજાની વાતનો યોગ્ય રીતે સમન્વય કરવાનું સૂચવેલ છે. (૧૦/૧૪-૧૫)
દિગંબરમતે અસંખ્ય કાલાણુદ્રવ્ય ઊર્ધ્વતાપ્રચયસ્વરૂપ છે, તિર્યફપ્રચય સ્વરૂપ નથી. અહીં ગ્રંથકારશ્રીએ દિગંબરમતની સમીક્ષા પણ કરેલ છે. (૧૦/૧૬-૧૭-૧૮)
વાસ્તવમાં કાળ વર્તનાપર્યાયરૂપ છે છતાં ઉપચારથી તેને ‘દ્રવ્ય' કહેલ છે. કાળમાં અનેક પ્રદેશ નથી તેની સંગતિ માટે “કાલ અણુ છે' - આવું જણાવેલ છે. દ્રવ્યસંગાપૂર્તિ માટે કાળનો ઉપયોગ થયો તેમ આપણો ઉપયોગ કર્મસત્તા મનુષ્યની સંખ્યાની પૂર્તિ માટે ન કરે તે જરૂરી છે. (૧૦/૧૯)
વર્ણ-ગંધ-રસ-સ્પર્શ વગેરે પુગલના લક્ષણ જાણવા. ચેતના, અરૂપીપણું વગેરે જીવના લક્ષણ જાણવા. જીવનું પુદ્ગલથી અલગ સ્વતંત્ર અસ્તિત્વ પ્રગટે તે માટે દરેકે જાગૃત થવું.(૧૦/૨૦-૨૧)