Book Title: Dravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૨૧૫
દ્રવ્ય-ગુણ-ઘયાયનો રાસ + ટબો (૮(૧૮)]. વિશેષાવશ્યકભાષ્યમાં જણાવેલ છે કે “સત્ હોવાના લીધે દરેક વસ્તુ પોતાના સ્વભાવમાં વસે છે. જેમ ચેતના જીવમાં વસે છે તેમ દરેક વસ્તુમાં સમજવું.” જો આત્મા જડ પદાર્થમાં રહે તો આત્મસ્વભાવ આ ગુમાવી બેસે. આવું જાણીને સતત ઉપયોગને આત્મકેન્દ્રિત કરી, આત્મરુચિ દઢ કરી, નિજસ્વભાવમાં આ રમણતા કરવા દ્વારા, શબ્દાદિ ત્રણ નયની દૃષ્ટિએ, આત્મસ્વભાવમાં વસવાટ કરવો. પરદ્રવ્ય, પરગુણ, પરપર્યાય - આ ત્રણમાંથી ખસી સ્વદ્રવ્ય-ગુણ-પર્યાયમાં વસે તે જ પરમાર્થથી આત્મા છે. અન્યથા આત્મા છે પણ અનાત્મા બની જાય.
* આત્મશુદ્ધિને અનુભવીએ 8 આ હકીકતને ખ્યાલમાં રાખી “નિજને નુકસાન કરનાર તમામ વૃત્તિ-પ્રવૃત્તિથી વિરામ પામી, તું આત્મકલ્યાણસાધક વૃત્તિ-પ્રવૃત્તિમાં રચ્યા-પચ્યા રહી, ઉપયોગને શુદ્ધ કરી, આત્મદ્રવ્યશુદ્ધિને અનુભવી છે આપણે સ્વાત્મામાં વસવાટ કરનારા બનીએ - તેવી પરમેશ્વરને પ્રાર્થના. આ પ્રાર્થના પ્રામાણિક હોય તો પણ ઉત્તરાધ્યયનસૂત્રમાં દર્શાવેલ લોકાગ્ર સિદ્ધશિલા દૂર ન રહે. ત્યાં કહેલ છે કે જ્યાં ઘડપણ, મોત, રોગ છે! તથા વેદના નથી તે લોકાગ્ર છે.” આશય એ છે કે પૂર્વે આત્મામાં પૂર્ણતયા વસવાટ કરવા સ્વરૂપ મોક્ષ મળે છે. તથા ત્યાર બાદ સ્થાનવિશેષની પ્રાપ્તિ સ્વરૂપ મુક્તિ મળે છે. આત્મસ્થિતિવિશેષપ્રાપ્તિરૂપ મુક્તિ વિના સ્થાનવિશેષપ્રાપ્તિરૂપ મુક્તિ શક્ય નથી. (૮/૧૮)