Book Title: Dravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૧૮૦
परामर्शः
[ અધ્યાત્મ અનુયોગ સહિત અસભૂતવ્યવહાર રે, ઇમ ઉપચારથી;
એહ ત્રિવિધ હિવઈ સાંભલો એ II૭/૧રા (૧૦૧) તે ઈમ ઉપચારથી અસભૂતવ્યવહાર એહ* ૯ પ્રકારનો કહિઉં. હિવઈ વલી* એહના ૩ ભેદ (= ત્રિવિધ) કહિયઈ છઈ, તે *સમ્યગુપણઈ ચિત્તસ્થિરતા કરીનઈ* સાંભલો. II૭/૧રો.
व्यवहारस्त्वसद्भूतो नवधैवं विभिद्यते। श्रुणु यथाऽधुना वक्ष्ये स एव भवति त्रिधा ।।७/१२।।
જ અસભૂત વ્યવહારના ત્રણ ભેદ છે શ્લોકાર્ધ :- આ પ્રકારે અસભૂત વ્યવહાર ઉપનયના નવ ભેદ પડે છે. હવે તમે સાંભળો. તે જ અસભૂત વ્યવહાર જે રીતે ત્રણ પ્રકારે થાય છે તેમ હું કહું છું. (૭/૧૨)
) અસભૂતપણું ખ્યાલમાં રાખીએ ) 2 આધ્યાત્મિક ઉપનય :- તે પ્રયોજનોને લક્ષમાં રાખીને થતા જુદા જુદા ઉપચાર વિસ્તૃત અને
સંક્ષિપ્ત પદ્ધતિએ વિવિધ પ્રકારે બને છે. પરંતુ તે તે ઉપચાર લોકવ્યવહારમાં થતા હોય ત્યારે પણ {ી તેમાં રહેલું અભૂતપણું નજરની બહાર નીકળી ન જાય તેની કાળજી રાખવામાં આવે તો તે તે
ઉપચારના નિમિત્તે હર્ષ-શોક, રાગ-દ્વેષ, ગમો-અણગમો, રતિ-અરતિ, આઘાત-પ્રત્યાઘાત, સંકલ્પ-વિકલ્પ - વગેરે દ્વન્દ્રોના વમળમાં ફસાયા વગર સાધક મોક્ષમાર્ગે ઝડપથી પ્રગતિ સાધે છે. આ બાબત તે તે ક ઉપચાર-આરોપ કરનાર પ્રત્યેક સાધકે યાદ રાખવી. પરમાત્મપ્રકાશની એક ગાથા અહીં વિભાવના 0 કરવા યોગ્ય છે. ત્યાં યોગીન્દ્રદેવે જણાવેલ છે કે “તમામ સંસારી જીવોને જે શુદ્ધાત્મદશા રાતસ્વરૂપ Cી લાગે છે, તેમાં યોગી જાગે છે. વળી, જે દેહાધ્યાસાદિમાં આખું જગત જાગે છે, તેને રાત માનીને તે યોગી તેમાં ઊંધે છે.” ભગવદ્ગીતા તથા યાજ્ઞવક્યોપનિષદ્માં પણ આ જ પ્રકારનો શ્લોક આવે છે. તેની પણ વિભાવના કરવી. તેના લીધે શ્રીવાસુપૂજ્યચરિત્રમાં વર્ણવેલ પરમાત્મસ્વરૂપ પ્રગટ થાય છે.
ત્યાં શ્રીવર્ધમાનસૂરિજીએ જણાવેલ છે કે “(૧) કર્મો, પ્રયોજનો અને કર્તવ્યો જેના સમાપ્ત થયેલા હોય, (૨) સંક્લેશની પરંપરા જેની રવાના થયેલી હોય, (૩) અનંત દર્શન-જ્ઞાન-શક્તિ-સુખ જેની પાસે હોય તે જગદ્ગુરુ પરમાત્મા છે.” (૭/૧૨)
૧ ફક્ત કો.(૧૨)માં “રે' છે. * ..* ચિતદ્વયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨)માં છે.