Book Title: Dravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૧૯૨
- ટૂંકસાર જ
: શાખા - ૮ : અહીં આધ્યાત્મિક નયને જણાવેલ છે. અધ્યાત્મની દૃષ્ટિએ નયના બે પ્રકાર છે - નિશ્ચયનય અને વ્યવહારનય. (૮/૧)
નિશ્ચયનયના બે પ્રકાર છે. શુદ્ધ નિશ્ચયનય કેવળજ્ઞાનસ્વરૂપ જીવને માને છે અને અશુદ્ધ નિશ્ચયનય મતિજ્ઞાનાદિસ્વરૂપ જીવને માને છે. આમ નિશ્ચયનય મૌલિક ગુણો તરફ લક્ષ દોરે છે. (૮૨)
વ્યવહારનયના સદૂભૂત અને અસભૂત એ બે પ્રકાર છે. સભૂત વ્યવહારનયના આરોપ અને અનારોપ એ બે પ્રકાર છે. અસભૂત વ્યવહારના અસંશ્લેષિત અને સંશ્લેષિત એ બે પ્રકાર છે. જીવો વ્યવહારથી પોતાના કહેવાતા ઔપાધિક ગુણો, કીર્તિ-કરિયાણું-કસ્તુરી-કિંકર-કૂવો-કૃષિ-કાંચન -કામિની-કન્યા-કુંવર-કુટુંબ-કુળ-કાયા વગેરેને છોડી, નિરુપાધિક ગુણોને પકડી મોક્ષમાર્ગે વિકાસ કરે છે. (૮/૩-૪-૫-૬-૭)
દિગંબરોની નયની પરિભાષામાં કંઈક ફરક પડે છે. શ્વેતાંબરો નયના સાત ભેદ માને છે તથા દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકને તેમાં સમાવે છે. જ્યારે દિગંબરો નયના સાત ભેદ + દ્રવ્યાસ્તિક નય + પર્યાયાસ્તિક નય એમ નવ પ્રકાર પાડે છે. આ પ્રરૂપણા આગમથી વિપરીત હોવાથી ગ્રંથકારને દિગંબરો પર દિલગીરી જાગે છે. કારણ કે તેમ તો નયમાં અર્પિતનય વગેરે અનેક પ્રકાર પાડવાની આપત્તિ આવે. જે દિગંબરોને પણ માન્ય નથી. (૮.૮-૯-૧૦-૧૧)
આમિક મતે નૈગમાદિ સાત નયમાં પહેલા ચાર નય દ્રવ્યાસ્તિક છે અને છેલ્લા ત્રણ નય પર્યાયાસ્તિક છે. તાર્કિક મતે ઋજુસૂત્ર પર્યાયાસ્તિક છે. દિગંબરપ્રરૂપિત નવ નય શાસ્ત્રમાન્ય નથી. (૮/૧૨-૧૩-૧૪)
સંગ્રહ-વ્યવહારનયમાં નૈગમનય આવી જાય છતાં પ્રદેશાદિ દાંતમાં તે અલગ તરી આવે છે. અહીં અનુયોગદ્વારના પ્રસ્થક-વસતિ-પ્રદેશ ત્રણ દષ્ટાંતનો વિચાર કરેલ છે. (૮/૧૫)
દિગંબરોની નવ નયની પ્રરૂપણામાં આગમનો વિરોધ આવે છે. (૮/૧૬-૧૭-૧૮)
દિગંબરોએ નવ નય ઉપરાંતમાં જે ત્રણ ઉપનય બતાવ્યા છે તે ત્રણ ઉપનયને વ્યવહારનયમાં ગોઠવવાનું જણાવેલ છે. કારણ કે ત્રણ ઉપનય સ્વતંત્ર નય નથી. (૮/૧૯)
દિગંબરો વ્યવહારનયમાં ઉપચારને સ્વીકારે છે, નિશ્ચયનયમાં નહિ. તે વ્યાજબી નથી. (ટી૨૦)
વિશેષાવશ્યકભાષ્યમાં જે સ્વરૂપે નિશ્ચયનય અને વ્યવહારનય બતાવેલ છે, તે જ સ્વરૂપે તેના લક્ષણ સ્વીકારી મોક્ષમાર્ગમાં આગળ વધવું. (૮/૨૧)
નિશ્ચયનય આત્માનું આંતરિક ગુણાત્મક સ્વરૂપ જણાવે છે. અનેક જીવોમાં શુદ્ધ ચૈતન્યને તે સમાન રૂપે જુવે છે. તથા વસ્તુના નિર્મળ પરિણામને તે જુએ છે. (૮/૨૨)
વ્યવહારનય અનેક લક્ષણોમાં જે વિશિષ્ટ લક્ષણ હોય તેને જાહેર કરે છે. આથી દરેક વ્યક્તિમાં દયા વગેરે જે ગુણ વિલક્ષણરૂપે દેખાય તેને પકડી મોક્ષમાર્ગે આગળ વધવા તે પ્રેરણા કરે છે. (/૨૩)
આમ નિશ્ચયનયનું અને વ્યવહારનયનું આગમસાપેક્ષ જ્ઞાન મેળવવા પ્રયત્ન કરવો. પરંતુ સ્વતંત્ર બુદ્ધિથી તેમાં તોડ-ફોડ ન કરવી. અંતે પારમાર્થિક સુયશને મેળવવો. (૮ ૨૪-૨૫)