Book Title: Dravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૧૯૭
દ્રવ્ય-ગુણ-યાયનો રાસ + ટબો (૮/૫)].
નિરુપાધિક ગુણ-ગુણિભેદઈ રે, અનુપચરિત સદ્ભૂત;
કેવલજ્ઞાનાદિક ગુણા રે, આતમના અદ્ભુત રે ૮/પા (૧૧૩) પ્રાણી. નિરુપાધિક ગુણ-ગુણિભેદઈ બીજો ભેદ "તે અનુપચરિત સભૂત વ્યવહાર કહીશું. *ઈમ બુધજનઈ કહીયલ.* યથા (આતમના કેવલજ્ઞાનાદિક અદ્ભુત ગુણા.) “નવસ્થ વત્તજ્ઞાન” ઇહાં ઉપાધિરહિતપણું તેમ જ નિરુપચારપણું જાણવું. *ઈતિ ૧૧૩મી ગાથાનો અર્થ પૂર્ણ *
//૮/પા.
> પર <19: :
अनुपचरितो भूतो निरुपाधिकभेदतः। વીવસ્ય વનજ્ઞાન” નિરુપાધિતયા કથાવાઢીધા
જ સદ્ભુત વ્યવહારના બીજા ભેદનું પ્રતિપાદન જ શ્લોકાર્ધ - નિરુપાધિક ભેદની અપેક્ષાએ અનુપચરિત સદ્દભૂત વ્યવહારનય બને છે. જેમ કે ‘નિરુપાધિક હોવાથી જીવનું કેવલજ્ઞાન' - આવો વ્યવહાર. (૮૫)
છે ક્ષાયોપથમિક ગુણનો ભરોસો ન કરવો છે આધ્યાત્મિક ઉપનય :- અનુપચરિત સદ્દભૂત વ્યવહારનયની દૃષ્ટિમાં સોપાધિક, ક્ષાયોપથમિક ગુણો નાશવંત હોવાથી અને અપૂર્ણ હોવાથી નિમૂલ્ય અને નિર્માલ્ય છે. ખરેખર આત્મભિન્ન, વિનશ્વર અને અધૂરા ગુણોને મેળવી સદા માટે સાધક નિર્ભય અને નિશ્ચિત કઈ રીતે બની શકે ? તેથી પરમાર્થથી = શુદ્ધનિશ્ચયનયથી પોતાનાથી અભિન્ન એવા ક્ષાયિક અને પૂર્ણ ગુણોની ઉપલબ્ધિ માટે સાધકે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. તેના માધ્યમથી જ સાધક સર્વદા સર્વત્ર નિશ્ચલ, નિશ્ચિત અને નિર્ભય બની ગયું શકે. આમ સોપાધિક ગુણોની ઉપેક્ષા કરીને પોતાના ક્ષાયિક-નિરુપાધિક-પરિપૂર્ણ એવા ગુણવૈભવને પ્રાપ્ત કરવાનો ઉદ્યમ કરવાની પાવન પ્રેરણા અહીં પ્રસ્તુત અનુપચરિત સભૂત વ્યવહારનય દ્વારા મેળવવા જેવી છે.
તો સમ્યક્ ઉધમથી મોક્ષપ્રાપ્તિ , તથાવિધ સમ્યફ ઉદ્યમના બળથી જ ઉત્તરાધ્યયનસૂત્રમાં જણાવેલ સિદ્ધસુખ ઝડપથી પ્રગટ થાય છે. ત્યાં સિદ્ધસુખનું વર્ણન કરતાં જણાવેલ છે કે “સિદ્ધાત્મા તે જન્મ-મરણાદિ તમામ દુઃખમાંથી મુક્ત થયા છે, જે દુઃખ આ જીવને સતત પીડિત કરે છે. દીર્ઘકાલીન કર્મના રોગમાંથી તે પૂર્ણતયા મુક્ત થયા છે. તેથી જ પ્રશંસાપાત્ર છે. તે સિદ્ધાત્મા અત્યંત સુખી અને કૃતાર્થ છે.” (૮૫)
8 લી.(૧)માં “અસભૂત’ અશુદ્ધ પાઠ.
. ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો. (૧૩) + આ.(૧)માં છે. *.* ચિતદ્વયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨)માં છે. • લી.(૧) + લા.(૨)માં “...જ્ઞાન પ્રાથર્ન મેન' ઈતિ અધિક પાઠ.