Book Title: Dravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૧૭૩
દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ + ટબો ()]
દ્રવ્યઈ દ્રવ્ય ઉપચાર, પુદ્ગલ જીવનઈ
જિમ કહિઈ જિનઆગમઈ એ II૭/દી (૫) - તિહાં પહેલો દ્રવ્ય દ્રવ્યનો ઉપચાર. જિમ જિન આગમમાંહિ જીવનઈ પુદ્ગલ કહિયઈ. ક્ષીર-નીર ન્યાયઈ પુદ્ગલસું મિલ્યો છઈ, તે કારણઇ જીવ પુદ્ગલ કહિયઇ.
એ જીવ દ્રવ્યઈ પુદ્ગલ દ્રવ્યનો ઉપચાર ૧. II૬ll.
રન : તેજ
द्रव्ये द्रव्योपचारस्तु पुद्गलश्लेषतो यथा। पुद्गलत्वेन जीवो हि कथित: श्रीजिनागमे ।।७/६ ।।
SU અસભૂત વ્યવહારનો પ્રથમ ભેદ શ્લોકાર્થ :- દ્રવ્યમાં દ્રવ્યનો ઉપચાર પ્રથમ ભેદ છે. જેમ કે પુદ્ગલદ્રવ્યના સંયોગથી જીવમાં પુદ્ગલ તરીકેનો ઉપચાર (= અભેદઆરોપ) શ્રીજિનાગમમાં જણાવેલ છે. (૭/૬)
કર્મને છોડી આત્માને પકડીએ ! આધ્યાત્મિક ઉપનય :- વિષય, કષાય, અજ્ઞાન વગેરેથી રંગાયેલી પરિણતિના લીધે સ્કૂલ અને અશુદ્ધ બનેલો ઉપયોગ પ્રસ્તુત અસદ્ભુત વ્યવહારનયના દૃષ્ટિકોણથી અત્યંત કેળવાયેલો હોય છે. તથા તેને તેના જ પરિશીલનથી તે પરિપુષ્ટ બનતો જાય છે. તેથી પ્રસ્તુત નયની વિચારણાઓને, અભિપ્રાયોને અને સંસ્કારોને સાધકે વધુને વધુ શિથિલ કરવા જોઈએ. તથા તેને શિથિલ કરીને ઉપરના સદ્દભૂત નથી અને શુદ્ધનયથી ઉપયોગને કેળવવા માટે, શુદ્ધનયની પરિણતિના પરિકર્મ માટે મુમુક્ષુએ પ્રયાસ છે, કરવો જોઈએ. તથા તે માટે “જ્ઞાનસ્વરૂપી આત્માનું સ્વરૂપ દ્રવ્યકર્મમલથી મુક્ત છે, ભાવકર્મથી વિવર્જિત છે, નોકર્મથી (= શરીરાદિથી) પણ રહિત છે – આમ તું જાણ’ – આ મુજબ પરમાનંદપંચવિંશતિકાની કારિકાથી મુમુક્ષુએ પોતાના અન્તઃકરણને ભાવિત કરવું. માછલી અને તેના શરીરમાં કાંટા સાથે હોવા છતાં માંસાહારી માણસ કાંટાને છોડી માછલીના માંસને પકડે છે. તે ન્યાયથી = ઉદાહરણથી આત્મા અને દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મ સાથે હોવા છતાં મુમુક્ષુ જીવ દ્રવ્યકર્મ વગેરેને છોડી, આત્માને પકડે છેતેવી વિભાવના કરવી. તેમજ વિષય, કષાય વગેરે મળને ઉપયોગમાંથી ઉખેડવા માટે વ્યવહારનયમાન્ય ચાર શરણાનો સ્વીકાર, દુષ્કૃતગર્તા આદિ ઉપાયોનું નિત્યસેવન કરવું જોઈએ.
# અભેદ ઉપચારનું પ્રયોજન ! પ્રસ્તુતમાં દેહમાં જીવનો અભેદ ઉપચાર કરવાનું આધ્યાત્મિક પ્રયોજન એ છે કે :
(૧) કોઈના શરીરને નુકસાન કરવા દ્વારા બીજા જીવને પીડા પહોંચાડવાનું પાપ આપણે કરી ન બેસીએ.
(૨) “શરીર જીવ છે' - આવું સમજવાથી કોઈના શરીરમાં રોગ ઉત્પન્ન થાય તો તે શરીરધારી
ક
પુસ્તકોમાં “રે” લી.(૩+૪) +
M(૨) + આ.(૧)નો પાઠ લીધો છે.