Book Title: Dravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૧૬૬
* ટૂંકસાર
: શાખા - ૭ :
અહીં ઉપનયની વિચારણા કરેલ છે. ઉપનય ત્રણ છે. પ્રથમ સદ્ભૂત વ્યવહાર ઉપનય ધર્મ અને ધર્મી વચ્ચે ભેદ માને છે. શુદ્ધ સદ્ભૂત વ્યવહાર ઉપનય અને અશુદ્ધ સદ્ભૂત વ્યવહાર ઉપનય અશુદ્ધ ગુણોને શુદ્ધ ગુણમાં રૂપાંતર કરવાની પ્રેરણા કરે છે. (૭/૧-૨-૩-૪)
બીજો અસદ્ભૂત વ્યવહાર ઉપનય દ્રવ્ય-ગુણ-પર્યાયનો એકબીજામાં ઉપચાર કરે છે. આધ્યાત્મિક દૃષ્ટિએ ઉપકારી એવા ઉપચારો શાસ્રકારોને પણ માન્ય છે. તે આના પરથી જણાય છે. (૭/૫)
સૌ પ્રથમ દ્રવ્યનો દ્રવ્યમાં (= જીવનો પુદ્ગલમાં) ઉપચાર કરીને ‘જીવ જ શરીર છે’ - એમ જણાવેલ છે. આ દૃષ્ટિ પ્રાણીહિંસા વગેરેથી અટકવામાં સહાયક છે. (૭/૬)
ગુણમાં ગુણનો ઉપચાર (ભાવલેશ્યામાં કૃષ્ણ, નીલ વગેરે પુદ્ગલોના વર્ણનો ઉપચાર) કરીને ભાવલેશ્યાને કૃષ્ણલેશ્યા વગેરે કહેલ છે. જીવ કષાય કરે ત્યારે કાષાયિક ભાવોથી ભાવિત થાય છે. (૭/૭)
અશ્વપર્યાયમાં સ્કંધપર્યાયનો ઉપચાર કરી ‘ઘોડો સ્કંધ છે’ – આમ બોલવું તે ત્રીજો ઉપચાર. (૭૮) ‘હું ગોરો છું’ - અહીં દ્રવ્યમાં ગુણનો ઉપચાર છે. તેમજ ‘હું શરીર છું - અહીં દ્રવ્યમાં પર્યાયનો આરોપ છે. અહીં શુદ્ધાત્માને લક્ષમાં રાખવા જણાવેલ છે. (૭/૯)
‘ગોરો હું છું' - અહીં ગુણમાં દ્રવ્યનો ઉપચાર છે. ‘શરીર એ હું છું' - અહીં પર્યાયમાં દ્રવ્યનો ઉપચાર છે. આ ઔપચારિક ભાષા બોલતી વખતે ‘સિદ્ધ એ જ હું છું’ - આ વાસ્તવિકતાને લક્ષમાં રાખવી. (૭/૧૦)
‘મતિજ્ઞાન શરીર છે’ આ બુદ્ધિ ગુણમાં પર્યાયના આરોપથી થાય. ‘શરીર જ મતિજ્ઞાન છે' આ બુદ્ધિ પર્યાયમાં ગુણના આરોપથી થાય. આવો વ્યવહાર કરતી વખતે ભેદજ્ઞાનને ટકાવવું. (૭/૧૧)
આમ નવ પ્રકારે અસદ્ભૂત વ્યવહાર ઉપનય છે. બીજી રીતે તેના ત્રણ પ્રકાર છે. (૭/૧૨) સ્વજાતિ અસદ્ભૂત વ્યવહાર ઉપનય નિરંશ પરમાણુને બહુપ્રદેશી જણાવે છે. આ ઉપનય પાપ કરતી વખતે ‘હું પશુતુલ્ય છું' - આવી ષ્ટિ આપી પાપત્યાગનું બળ આપે છે તથા પાપી વ્યક્તિમાં ‘તે સિદ્ધ છે’ એવા વિચાર દ્વારા દ્વેષત્યાગનું બળ આપે છે. (૭/૧૩)
વિજાતીય અસદ્ભૂત વ્યવહાર ઉપનયના મતે ‘રૂપી દ્રવ્યથી ઉત્પન્ન મતિજ્ઞાન રૂપી છે.' (૭/૧૪) સ્વ-પરજાતિની અપેક્ષાવાળો ત્રીજો અસદ્ભૂત વ્યવહાર ઉપનય જ્ઞાનને જીવ-અજીવસ્વરૂપ માને છે. આનાથી જેવું જ્ઞાન તેવો જીવ' - આ વાત સિદ્ધ થાય છે અને પોતાના જ્ઞાનને નિર્મળ કરવાનું સૂચન મળે છે. (૭/૧૫)
ઉપનયનો ત્રીજો ભેદ ઉપરિત અસદ્ભૂત વ્યવહાર એક ઉપચારમાં બીજો ઉપચાર કરે છે. (૭/૧૬) તેના ત્રણ પ્રકાર છે. સ્વજાતિથી, પરજાતિથી અને ઉભયજાતિથી. સ્વજાતિથી ઉપરિત અસદ્ભૂત વ્યવહારનય બોલે છે કે ‘હું પુત્ર છું, પુત્ર વગેરે મારા છે' - અહીં એક ઉપચારમાં (= પુત્રત્વમાં) બીજો ઉપચાર (= હુંપણું કે મારાપણું) જણાવેલ છે. મુમુક્ષુએ આવા ઉપચારોના વમળોમાં ફસાઈ ન જવું. (૭/૧૭)
‘આ મારાં વસ’ - આવું વાક્ય વિજાતિથી ઉપચરિત અસદ્ભૂત વ્યવહાર ઉપનય બોલે છે. ‘કિલ્લો, દેશ વગેરે મારા છે' - આ વાક્ય સ્વજાતિ-વિજાતિથી ઉપચરત અસદ્ભૂત વ્યવહાર ઉપનય બોલે છે. આમ અનેક ઉપચારવાળા જીવનવ્યવહાર મહામિથ્યાત્વમાં ખેંચી ન જાય તેનું લક્ષ રાખવું. (૭/૧૮)
આ રીતે નવ નય પછી ત્રણ ઉપનયની વાત પૂરી થાય છે. (૭/૧૯)