Book Title: Dravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૩૩
દ્રવ્ય-ગુણ-પથાર્યનો રસ + ટબો (૨/૩)] સાધકનું અંગત કર્તવ્ય છે. દ્રવ્યદષ્ટિને કેળવવામાં પર્યાયદષ્ટિ બાધક બને છે. વિશેષ ઉપયોગ પર્યાયના દર્શન કરાવવા દ્વારા રાગ-દ્વેષાદિના વિકલ્પો ઊભા કરે છે. માટે અધ્યાત્મનિષ્ઠ સાધકે ડગલે ને પગલે વિશેષ ઉપયોગનો આધાર લેવાના બદલે સામાન્ય ઉપયોગનો આશ્રય લેવા માટે કટિબદ્ધ બનવું. વિશેષ ઉપયોગ અનિવાર્યપણે આવી જ જતો હોય તો તેના નુકસાનથી બચવાના બે ઉપાય છે. (૧) વિશેષ ઉપયોગ ઉપર બહુ મદાર ન બાંધવો. વિશેષ ઉપયોગ ઉપર મુસ્તાક ન બનવું. (૨) વિશેષ ઉપયોગનો " વિષય મનુષ્ય-બાલ-શત્રુ-મિત્રાદિ પર્યાયને બનાવવાના બદલે જ્ઞાન-દર્શન-ચારિત્ર આદિ ગુણોને તેનો વિષય બનાવવાની ભાવના રાખવી. તે મુજબ પ્રયત્ન કરવો.
ગુણદૃષ્ટિનો આશ્રય સપ્રયોજન છે જેમ રાગદશામાંથી સીધે સીધા વીતરાગદશામાં પહોંચી શકાતું ન હોય ત્યારે વૈરાગ્યદશાનો આશ્રય લેવામાં આવે છે તેમ પર્યાયદષ્ટિમાંથી સીધે સીધા દ્રવ્યદૃષ્ટિમાં પહોંચી શકાતું ન હોય ત્યારે ગુણદષ્ટિનો આશ્રય લેવો ઉચિત છે. આ લક્ષ રાખી આઘાત-પ્રત્યાઘાતને ઊભી કરનારી પર્યાયદષ્ટિને તિલાંજલિ આપી ગુણદષ્ટિના માધ્યમે દ્રવ્યદૃષ્ટિને આત્મસાત્ કરવા આત્માર્થી સાધકે સતત સર્વત્ર પ્રયત્નશીલ રહેવું યો અત્યંત જરૂરી છે. તેનાથી જ સ્વરૂપદર્શનની ઉપલબ્ધિ થવાથી આત્માર્થી સાધક કૃતાર્થ થાય છે. આ બાબતમાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે પરમજ્યોતિ પંચવિંશતિકામાં જે વાત જણાવેલ છે, છે? તે અતઃકરણમાં દૃઢ કરવા જેવી છે. ત્યાં જણાવેલ છે કે “આત્મસ્વરૂપદર્શન જ પ્રશંસનીય છે. પરરૂપદર્શન ફોગટ છે. આટલું જ વિજ્ઞાન પરમજ્યોતિનું પ્રકાશક છે.” તેના બળથી સિદ્ધિગતિને આત્માર્થી ઝડપથી મેળવે છે. દશવૈકાલિકસૂત્રવૃત્તિમાં શ્રીહરિભદ્રસૂરિજીએ પુનર્જન્માદિથી શૂન્ય સ્વરૂપે સિદ્ધિગતિ વર્ણવેલી છે. (૨૩)