Book Title: Dravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૧૦૮
[ અધ્યાત્મ અનુયોગ સહિત એ ન શકાય. તથા એક જ દૃષ્ટિકોણથી (= નયથી) પદાર્યાદિને જોવામાં પદાર્થનો સંપૂર્ણપણે બોધ થઈ
શકતો નથી. એક જ દૃષ્ટિકોણથી જોવામાં સામેની વ્યક્તિને ન્યાય પણ આપી શકાતો નથી. તથા એક - આ જ દૃષ્ટિકોણથી સામેની ઘટનાને ખતવવામાં આપણી સમતા ટકાવવી પણ મુશ્કેલ બની જાય છે. તેથી [0વ્યક્તિ, વિચાર, વસ્તુ કે ઘટના વગેરેની પૂરેપૂરી જાણકારી મેળવવા, તેને યોગ્ય ન્યાય આપવા તથા
આપણી સમતાને ટકાવવા, માત્ર આપણા જ દષ્ટિકોણ ઉપર ભાર આપવાના બદલે સામેની વ્યક્તિના રએ દૃષ્ટિકોણને પણ સમજવાની તથા અન્ય શિષ્ટ પુરુષોના વિચારબિંદુઓને અપનાવવાની ઉદારતા કેળવવી Aત એ માત્ર ઈચ્છનીય જ નહિ, પરંતુ આવશ્યક તથા આદરણીય પણ બની જાય છે. આ વાતને આત્માર્થી - મુમુક્ષુએ કદાપિ વિસરવી ન જોઈએ. આ રીતે મોક્ષમાર્ગે આગળ વધતાં યાત્રાસ્તવમાં જણાવેલ મોક્ષ કે સુલભ થાય. ત્યાં શ્રીજિનેશ્વરસૂરિએ જણાવેલ છે કે “મોક્ષમાં ઘડપણ નથી, જન્મ નથી, મોત નથી, A બંધન નથી, દેહ નથી, સ્નેહ નથી, આંશિક પણ કર્મ નથી.” (૪૮)