Book Title: Dravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૧૨૬
[ અધ્યાત્મ અનુયોગ સહિત
(
પ્રગટ થયેલા નિર્મળ ગુણ-પર્યાયોને ગુમાવતો હોય ત્યારે ‘મારું અસ્તિત્વ તો નિર્મળ ગુણ-પર્યાયમાં જ છે. તે રવાના થશે તો મારું અસ્તિત્વ જોખમાઈ જશે' - આ પ્રમાણે દ્રવ્ય-ગુણાદિગત ગૌણ અભેદને દર્શાવનાર દે પર્યાયાર્થિકની સમજણ આત્માર્થીએ મેળવવી જોઈએ. તથા તેના દ્વારા અપ્રમત્ત બનવા સાધકે તત્પર રહેવું જોઈએ. દ્રવ્યાર્થિકના મતે દ્રવ્ય અને ગુણ-પર્યાય વચ્ચે અભેદ માન્ય હોવા છતાં ગુણ-પર્યાયનો તિરોભાવ કે · નાશ થતાં પરમાર્થથી દ્રવ્યનાશ તેને માન્ય નથી. જ્યારે પર્યાયાર્થિકનયના મતે ગુણ-પર્યાયનો નાશ થતાં આ તે સ્વરૂપે દ્રવ્યનો નાશ માન્ય છે. તેથી અહીં જે દ્રવ્ય-ગુણાદિ વચ્ચે અભેદ બતાવેલ છે તે દ્રવ્યાર્થિકનયનો નહિ પણ પર્યાયાર્થિકનયનો વિષય છે. તથા તે અભેદ ગૌણ છે, મુખ્ય નથી. તેમજ તે અભેદ જ પ્રસ્તુતમાં ઉપયોગી છે. આ વાત ખ્યાલમાં રાખવી. તે અભેદનું આલંબન કરવાથી શાંતસુધારસવૃત્તિમાં દર્શાવેલ મુક્તિસુખ ખૂબ નજીક થાય છે. ત્યાં ગંભીરવિજયજીએ જણાવેલ છે કે ‘મુક્તિમાં રહેલું સુખ સહજ છે, પાંચ ઈન્દ્રિયોની વૃત્તિથી રહિત છે.' (પ/૩)