Book Title: Dravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૧૪૨
[ અધ્યાત્મ અનુયોગ સહિત સ્વદ્રવ્યાદિકગ્રાહકો, ભેદ આઠમો ભાખિઓ રે; સ્વદ્રવ્યાદિક ચ્યારથી, છતો અરથ જિમ દાખિઓ રે /પ/૧૭ (૭૧) ગ્યાન.
સ્વદ્રવ્યાદિગ્રાહક દ્રવ્યાર્થિક એહ આઠમો ભેદ ભાખિઓ. જિમ અરથ = ઘટાદિક (સ્વદ્રવ્યાદિક=) સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાલ, સ્વભાવ – એ ચારથી છતો (દાખીઓ=) કહિઓ. | સ્વદ્રવ્યથી = મૃત્તિકાદિકઈ", સ્વક્ષેત્રથી = પાટલિપુત્રાદિક, સ્વકાલથી = વિવક્ષિત કલઈ,
સ્વભાવથી = રક્તતાદિક ભાવાં જ ઘટાદિકની સત્તા પ્રમાણસિદ્ધ થઈ. “વ્યાવિત્રીદો દ્રવ્યર્થ. ૩ષ્ટમ” *ત્તિ ૭૧મી ગાથાર્થ.* /પ/૧
स्वद्रव्यादिग्रहादेव द्रव्यार्थिकनयोऽष्टमः । स्वद्रव्यादिचतुष्काद्धि सन् पदार्थो यथेक्ष्यते ।।५/१७।।
-
19: :
ક .
.
.
દ્રવ્યાદિગ્રાહક દ્રવ્યાર્થિક ઃ આઠમો ભેદ + શ્લોકાર્થ :- સ્વદ્રવ્યાદિનું ગ્રહણ કરવાથી આઠમો દ્રવ્યાર્થિકનય કહેવાયો છે. જેમ કે “સ્વદ્રવ્ય વગેરે ચતુષ્ટયની અપેક્ષાએ પદાર્થ સત્ રૂપે દેખાય છે' - આવું વચન. (૫/૧૭)
ઇ આઠમો દ્વવ્યાર્થિક સમાધિ ટકાવવા ઉપયોગી છે ૧) આધ્યાત્મિક ઉપનય :- સ્વદ્રવ્યાદિ ચારની અપેક્ષાએ જ પ્રત્યેક પદાર્થનું અસ્તિત્વ હોય છે. આનો
અર્થ એ થયો કે કોઈ આપણા પૈસા-મકાન-દુકાન પડાવી લે તો તેનાથી આપણું અસ્તિત્વ જોખમાતું
નથી. કારણ કે રૂપિયા પરદ્રવ્ય છે, આત્મદ્રવ્ય નથી. તથા જગ્યા, મકાન કે દુકાન એ પરક્ષેત્ર છે, આત્મક્ષેત્ર CG નથી. નિશ્ચયથી તો આત્મપ્રદેશો જ સ્વક્ષેત્ર છે. રૂપિયા કે મકાન ઉત્પન્ન થયા ન હતા ત્યારે પણ
આત્માનું અસ્તિત્વ હતું. રૂપિયાનો અને મકાનનો નાશ થયા પછી પણ આત્માનું અસ્તિત્વ ટકે છે. આ આત્માનું અસ્તિત્વ રૂપિયા, જમીન, મકાન, દુકાન વગેરેને આધીન નથી કે જેના લીધે રૂપિયા વગેરેના લ વિયોગમાં આપણે શોક કરવો પડે. ગૌણ અને મુખ્ય વસ્તુમાં મુખ્યને સંભાળવી - આ ન્યાયથી રુચિપૂર્વક નિજ આત્મદ્રવ્યના અસ્તિત્વને સંભાળવું. તેથી પરદ્રવ્ય-ક્ષેત્રાદિના વિનાશ નિમિત્તે શોક કે ઉગ કરવો
નહિ. તથા સ્વભાવના આધારે પોતાનું અસ્તિત્વ ટકે છે આ વાતને લક્ષમાં રાખી વિભાવદશામાં કે છે! દોષોમાં અટવાઈને પોતાનું અસ્તિત્વ સ્વાનુભૂતિની દૃષ્ટિએ જોખમાઈ ન જાય તે માટે સાધકે સતત સાવધ
રહેવું. તેના લીધે કુવલયમાળામાં દર્શાવેલ સિદ્ધસ્વરૂપ ઝડપથી પ્રગટે. ત્યાં પાંચ અંતગડકેવલીની આરાધનાનું વર્ણન કરવાના અવસરે શ્રીઉદ્યોતનસૂરિજીએ જણાવેલ છે કે “તે સિદ્ધ ભગવંતોનું અનંત જ્ઞાન ખરેખર દર્શન-ચારિત્ર-શક્તિથી યુક્ત હોય છે. તે પરમસિદ્ધાત્માઓ સૂક્ષ્મ, નિરંજન અને શાશ્વત સુખયુક્ત હોય છે.” (પ/૧૭) • મ.માં “ભાષ્યો પાઠ. કો. (૨)નો પાઠ લીધો છે. જે કો. (૯)માં ‘ઘટાદિક ભાવે ઘટાદિકની પાઠ. જે પુસ્તકોમાં “મૃત્તિકાંઈ પાઠ. કો. (૧૨)નો પાઠ લીધો છે. * કો.(૧૨)માં “...ભાવ થકી પાઠ. * * ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. ફક્ત લા.(ર)માં છે.