Book Title: Dravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૫૫
દ્રવ્ય-ગુણ-પથાર્યનો રસ + ટબો (૨/૧૪)]
એક-અનેકરૂપથી ઇણિ પરિ, ભેદ પરસ્પર ભાવો રે; આધારાધેયાદિકભાવિં', ઈમ જ ભેદ મનિ વ્યાવો રે ૨/૧૪ (૨૩) જિન.
ઈણિ પરિ દ્રવ્ય એક, ગુણ-પર્યાય અનેક. એહ રૂપઈ શક્તિ વ્યક્તિ ભિન્ન ભિન્ન વિવક્ષા પ્રકારે પરસ્પર કહતાં માંહોમાંહિ ભેદ ભાવો = વિચારો.
ઈમ જ આધાર-આધેય (આદિક=) પ્રમુખ ભાવ કહઈતા સ્વભાવ, તેણઈ કરી "પણિ ભેદ જાણીનઈ“ (મનિ=) મનમાંહિ લ્યાવો. જે માટઈ પરસ્પરઅવૃત્તિ ધર્મ પરસ્પરમાંહઈ ભેદ જણાવઈ.) ર/૧૪ો.
एकानेकस्वभावैर्हि मिथो भेदं विभावय।
आधाराधेयभावेन भेदमित्थं विभावय ।।२/१४ ।।
દ્રવ્યથી ગુણ-પર્યાયમાં ભેદની વિચારણા ક શ્લોકાર્થ :- દ્રવ્ય અને ગુણ-પર્યાયમાં એક-અનેક સ્વભાવથી પરસ્પર ભેદ રહેલો છે, તેની વિચારણા કરવી. આ જ રીતે આધાર-આધેયભાવથી તેમાં પરસ્પર ભેદની વિચારણા કરવી. (૨/૧૪)
નિર્મળ ગુણ-પર્યાય પ્રયત્નસાધ્ય . આધ્યાત્મિક ઉપનય - આત્મદ્રવ્ય એક હોવા છતાં કેવલજ્ઞાન-દર્શન આદિ અનેક ગુણોને અને તે સંયતત્વ, સિદ્ધત્વ આદિ અનેક પર્યાયોને ઉત્પન્ન કરવાની શક્તિ ધરાવે છે. આ શક્તિના આધારે એક હd જ આત્મદ્રવ્યમાંથી પણ ઉપરોક્ત અનેક નિર્મળ ગુણ-પર્યાયોની અભિવ્યક્તિ થાય છે અને અભિવ્યક્ત વિશુદ્ધ ગુણ-પર્યાયોનો આધાર બનનાર આત્મદ્રવ્ય સ્વરૂપથી એક જ છે. આ રીતે આત્મદ્રવ્યમાં અને રે, ગુણ-પર્યાયમાં ક્રમશઃ રહેલ એક-અનેકસ્વભાવ, આધાર-આધેયભાવ, શક્તિ-વ્યક્તિપરિણામ, હેતુ -હેતુમભાવ આ ચાર પ્રકારના વિલક્ષણ સ્વભાવોને ધ્યાનમાં રાખી નિર્મળ ગુણ-પર્યાયના પ્રવાહને અભિવ્યક્ત કરવા સાધકે કટિબદ્ધ બનવું. કારણ કે આત્મદ્રવ્ય કરતાં તેના નિર્મળ ગુણ-પર્યાયો કથંચિત્ છે. ભિન્ન હોવાના કારણે આત્મદ્રવ્ય હાજર હોવા છતાં તે હાજર થઈ નથી જતા. તેથી ઉપરોક્ત વિશુદ્ધ ગુણ-પર્યાય પ્રવાહને અભિવ્યક્ત કરવા પ્રયત્ન કરવો જરૂરી છે. તેનાથી શ્રીચન્દ્રરાજચરિત્રમાં અજિતસાગરસૂરિજીએ વર્ણવેલ સિદ્ધિસુખ નજીક આવે છે. ત્યાં જણાવેલ છે કે “સિદ્ધિગામી ચિદાનંદી સિદ્ધો મોક્ષમાં શોભે છે. જરા-જન્મશૂન્ય મોક્ષમાં જઈને સિદ્ધો પાછા ફરતા નથી.” (૨/૧૪)
8 મો.(૨)માં “ભેદ પરભેદ' અશુદ્ધ પાઠ.
આ.(૧)માં “...ભાવિ દીસૈ પાઠ. # કો.(૩+૧૧)માં “મન” પાઠ. જ કો.(૬)માં “લ્યાવ્યો પાઠ.
પુસ્તકોમાં ‘એણિ પાઠ, લા.(૨)+કો.(૧૦) નો પાઠ લીધો છે. '... ચિહ્નયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)+કો. (૭)+સિ.માં છે. આ છેલ્લે ||ST-પર્યાયા પછાનેછW: આ પાઠ આ.(૧)માં છે. અન્ય હસ્તપ્રતોમાં કે મુદ્રિત પુસ્તકોમાં આ પાઠ નથી.