Book Title: Dravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૬૮
[ અધ્યાત્મ અનુયોગ સહિત રે અભેદનયનો બંધ માનઈ તો (પ્રદેશગુરુતા=) પ્રદેશનો ભાર તેહ જ ખંભારપણઇ
પરિણમઈ, જિમ તંતુરૂપ પટરૂપાણઈ. તિવારઈ ગુરુતા વૃદ્ધિનો દોષ કહિએ, તે ન લાગઈ. ૨ ll૩/૪ म स्कन्ध-देशविभेदे स्यात् स्कन्धे द्विगुणगौरवम् ।
तयोरभेदसम्बन्धे प्रदेशगुरुतानतिः।।३/४ ।।
રા
= પરાર્શક :
કામ
કરી
છે બમણા ભારની તૈયાચિકને સમસ્યા છે શ્લોકાર્થ :- સ્કન્ધનો (= અવયવીનો) અને દેશનો (= અવયવનો) અત્યન્ત ભેદ માનવામાં આવે તો સ્કંધમાં બમણી ગુરુતા (= ભારેપણું) આવશે. જો તે બન્નેનો અભેદ માનવામાં આવે તો પ્રદેશનું ગુરુત્વ સ્કન્ધના ગુરુત્વરૂપે પરિણમે. (૩૪)
( અભેદનચ સંચમસાધક છે 2. આધ્યાત્મિક ઉપનય :- તત અયોગોલક ન્યાયથી આપણો આત્મા વર્તમાનકાળમાં શરીર આદિ
રૂપે પરિણમેલો છે. અર્થાત શરીરથી કથંચિત અભિન્નપણું આત્મા ધરાવે છે. તેથી આત્માને શરીરના 3ભારનો સામાન્યથી અનુભવ થતો નથી. પોતાનો ભાર પોતાને ક્યાંથી લાગે ? ૫૦ કિલો વજનવાળા ( શરીરને કાયમ ઊંચકીને ફરનારો જીવ થાકનો અનુભવ કરતો નથી. પરંતુ પાંચ કિલો વજનવાળા
ઘડાને કે શાકની થેલીને ઊંચકતાં માણસ થાકી જાય છે. કારણ કે ઘડાથી અને શાકની થેલીથી આત્મા એ સ્પષ્ટરૂપે જુદો છે. વળી, ઉણોદરી તપ સચવાય તે રીતે ભોજન-પાણી લેનારને ભોજન બાદ ભારનો
અનુભવ થતો નથી. કારણ કે તે શરીરરૂપે પરિણમી જવાનું કામ શરૂ થઈ જાય છે. તથા શરીરથી છે તો દેહધારી આત્મા કથંચિત્ અભિન્ન જ છે. પરંતુ over eating કે over drinking કરનાર કે over ચ weight ધરાવનારને વધુ પડતા ભારનો અનુભવ અવશ્ય થાય છે. કારણ કે તથાવિધ તાદાભ્ય આત્માને
અતિરિક્ત ભોજન-પાણી-ચરબી આદિ સાથે નથી. માટે અતિભારના ત્રાસથી બચવા અનશન, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ વગેરે તપમાં પ્રયત્ન કરવો. તેના દ્વારા અન્ન-પાન, શરીર આદિ ઉપર નિયંત્રણ રાખવાની સૂચના પ્રસ્તુત શ્લોક દ્વારા મેળવી શકાય છે. આ બાબતમાં “અહીં સંસારમાં પેદા થનારા કામવાસનાસંતાપસ્વરૂપ જ્વર (= તાવ) વગેરે જે દોષો છે, તે જે સ્થાનમાં સર્વથા નથી જ હોતા તે પરમપદ = મોક્ષસ્થાન છે” - આ પ્રમાણે મોક્ષપદેશ પંચાલકમાં શ્રીમુનિચન્દ્રસૂરિજીએ જે કહેલ છે, તેને સતત સ્મૃતિપટમાં અંકિત કરવું. તે સ્મરણના લીધે વર્તમાનમાં કથંચિત ભિન્ન એવું પણ કામવિકારાદિદોષશૂન્ય પરમપદ અભિન્ન સ્વરૂપે આપણા ચિત્તમાં સ્થાપિત થાય. તેમજ તેના પ્રભાવે આપણા કામવાસના વગેરે દોષો હણાશે. આ બાબત ધ્યાનમાં લેવી. (૩/૪)
છે કો.(૧૩)માં ‘બિમણાઈ નાવે' પાઠ.