Book Title: Dravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ + ટબો (૩/૧૪)]. ગાડી-મોટર-બંગલા-કાયા-કંચન-કામિની-કુટુંબ-કીર્તિ આદિ નોકર્મ, (૨) જ્ઞાનાવરણ-દર્શનાવરણ આદિ છે દ્રવ્યકર્મ તથા (૩) રાગ-દ્વેષ-વાસના-લાલસા-તૃષ્ણા આદિ ભાવકર્મનું અસ્તિત્વ ત્રિકાળ ધ્રુવ નથી. તેથી તે તુચ્છ, અસાર, નિર્મૂલ્ય અને નિર્માલ્ય છે. આધ્યાત્મિક દૃષ્ટિએ તેનું કશુંય મહત્ત્વ નથી. તેથી જ તે તે પરમાર્થ- સત્ નથી પણ મિથ્યા (= અસાર) છે. તેથી નોકર્મ, દ્રવ્યકર્મ અને ભાવકર્મ દ્વારા થતી તે સંયોગ-વિયોગાદિસ્વરૂપ ઉથલ-પાથલના નિમિત્તે આઘાત-પ્રત્યાઘાતના વમળમાં ફસાવાના બદલે ત્રિકાળધ્રુવ, પરમાર્થસત્ ચૈતન્યસ્વરૂપ પોતાના આત્મતત્ત્વ પ્રત્યે રુચિપૂર્વક દૃષ્ટિને સ્થાપિત કરી પ્રબળ-સાનુબંધ-સકામ રે કર્મનિર્જરામય આંતરિક મોક્ષમાર્ગે આગેકૂચ કરવી તે જ તત્ત્વતઃ પરમ શ્રેયસ્કર છે. તેનાથી હિતોપદેશમાલાવૃત્તિમાં શ્રીપરમાનંદસૂરિજીએ દર્શાવેલ સકલ કર્મના ક્ષય સ્વરૂપ મોક્ષ ખૂબ જ નજીક છે આવે છે. (૩/૧૪)