Book Title: Dravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પયાનો રાસ + ટબો (૩/૧૫)]
૮૯
- સ્વ પ્રત્યે કઠોર અને પર પ્રત્યે કોમળ બનો
21
આધ્યાત્મિક ઉપનય :- ‘દ્રવ્ય-ગુણ-પર્યાયમાં કથંચિત્ ભેદાભેદ છે” – આ વાત આધ્યાત્મિક દૃષ્ટિએ એ રીતે ઉપયોગી બની શકે કે પ્રગટ થયેલા આપણા નિર્મળ ગુણ-પર્યાયો આત્માથી જુદા હોવાના કારણે જો સાવધાની રાખવામાં ન આવે અને માન, મતાગ્રહ, મહત્ત્વાકાંક્ષા કે મમતાને આધીન થઈ [ā] જઈએ તો તેને રવાના થતાં વાર ન લાગે. તેથી સતત જ્ઞાનગર્ભિતવૈરાગ્યભાવનાથી આપણે ભાવિત રહેવું. તથા બીજા જીવો પ્રમાદવશ બની પ્રગટ થયેલા નિર્મળ ગુણ-પર્યાયને ગુમાવી બેસે ત્યારે “દ્રવ્ય એ અને ગુણાદિનો કથંચિત્ અભેદ હોવાથી તથા આત્મદ્રવ્ય ધ્રુવ હોવાથી કાળનો પરિપાક થતાં ભવિતવ્યતા આદિના સહકારથી તે ગુણ-પર્યાયો અવશ્ય ફરીથી પ્રગટ થશે” - આવું વિચારી બીજા જીવોના ઉજ્જવળ ભવિષ્યને મનોગત કરી તેના પ્રત્યે અણગમો કે અરુચિ ન થવા દેતાં મૈત્રી વગેરે ભાવોથી ભાવિત ટો બની નિરંતર મોક્ષમાર્ગે આગળ વધતાં રહેવું. પછી સિદ્ધશિલામાં પરંબ્રહ્મસ્વરૂપ પ્રગટ થાય છે. શ્રીપદ્મવિજયગણિવરે જયાનંદકેવલીચરિત્રમાં જણાવેલ છે કે અનંત આનંદ-શક્તિ-દર્શનથી સમૃદ્ધ તે પરમાત્મા સિદ્ધ, બુદ્ધ અને પરંબ્રહ્મ કહેવાયેલ છે.' (૩/૧૫)
ૐ તૃતીય શાખા સમાપ્ત ૢ