Book Title: Dravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૬૨
परामर्शः
•
द्रव्यानुयोगपरामर्शः
शाखा - ३
द्रव्यादीनां मिथो भेदो यद्येकान्तेन भाष्यते ।
[ અધ્યાત્મ અનુયોગ સહિત
·
तर्ह्यन्यद्रव्यवत्स्वीये गुण-गुणिदशाक्षयः । । ३ / १ ।। મો ! મળ્યા ! મિત્યું રે, ધારયત ગુરુવિતમ્। ધ્રુવપવમ્॥
• અધ્યાત્મ અનુયોગ
* દ્રવ્ય-ગુણાદિનો એકાંતે ભેદ અમાન્ય
શ્લોકાર્થ :- જો દ્રવ્યાદિમાં પરસ્પર સર્વથા ભેદ કહેવામાં આવે તો પરદ્રવ્યની જેમ સ્વદ્રવ્યમાં પણ ગુણ-ગુણીદશાનો ઉચ્છેદ થશે. (માટે દ્રવ્ય અને ગુણાદિ વચ્ચે અભેદ માનવો.) (૩/૧) હે ભવ્યાત્માઓ ! આ રીતે ગુરુભગવંતે જણાવેલ આ તત્ત્વને હૃદયમાં ધારણ કરો. (ધ્રુવપદ) # આત્મહત્યા નિવારો
આધ્યાત્મિક ઉપનય :- ‘આત્મા અને તેના ગુણ-પર્યાયો વચ્ચે અભેદ છે’ - આ સિદ્ધાન્તને મનમાં મૈં રાખીને આધ્યાત્મિક દૃષ્ટિકોણથી એ રીતે વિચારવું કે કે જો પોતાના શુદ્ધ ગુણો અને નિર્મળ પર્યાયોનો પ્રમાદવશ નાશ થાય તો તે સ્વરૂપે પોતાનો પણ નાશ થઈ જાય. અર્થાત્ પોતાના શુદ્ધ ગુણોનો અને વિમળ પર્યાયોનો ઉચ્છેદ કરવો એ પરમાર્થથી આત્મહત્યા છે. આપઘાત બહુ મોટું પાપ છે. માટે આવી આધ્યાત્મિક આત્મહત્યાથી બચવાના અભિપ્રાયથી સંપ્રાપ્ત થયેલા સદ્ગુણોને અને શુદ્ધ પર્યાયોને ટકાવવા માટે તથા નવા સદ્ગુણોને અને પાવન પર્યાયોને પ્રગટાવવા માટે સતત પ્રયત્નશીલ રહેવું. આમ કરવા દ્વારા આત્માને પરિપુષ્ટ બનાવવો. આત્મપુષ્ટિ અને આત્મશુદ્ધિ આ રીતે જ શક્ય છે. પુષ્ટિ અને શુદ્ધિ – બન્નેનો પ્રકર્ષ થતાં પ્રશમરતિમાં ઉમાસ્વાતિવાચકે દર્શાવેલ મુક્ત આત્માનું સ્વરૂપ પ્રગટે છે. ત્યાં જણાવેલ છે કે ‘સાદિ-અનંતકાલીન, અનુપમ, પીડારહિત, ઉત્તમ સુખને પ્રાપ્ત કરનાર તથા કેવલ સમ્યક્ત્વ, કેવલજ્ઞાન, કેવલદર્શનસ્વરૂપ આત્મા મુક્ત કહેવાય છે.' (૩/૧)