Book Title: Dravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
મીઠી મધ્ય
૪૬
[ અધ્યાત્મ અનુયોગ સહિત
* ગુણ-પર્યાય વ્યક્તિસ્વરૂપ : શ્વેતાંબર
શ્લોકાર્થ :- વિવિધ પ્રકારના ગુણ-પર્યાય પોતાના સ્વભાવ મુજબ વર્તે છે. કોઈક દિગંબર ગુણને શક્તિ સ્વરૂપ કહે છે. પરંતુ તે સાચા માર્ગે નથી. (૨/૧૦)
/ નિરુપાધિક સ્વભાવાનુસાર પરિણમન હિતકારી આધ્યાત્મિક ઉપનય :- ‘ગુણ અને પર્યાય પોતાના સ્વભાવ મુજબ પ્રવર્તે છે’ – આ વાત આધ્યાત્મિક
ષ્ટિએ ખૂબ ઉપયોગી છે. જીવ આત્મભાનને ભૂલી મોહદશામાં મૂઢ થઈ પોતાના ગુણને કે પર્યાયને તેના સ્વભાવ મુજબ પ્રવર્તતા અટકાવી વિભાવદશાને અભિમુખ પ્રવર્તાવે છે. આ જ જીવની ગંભીર ભૂલ છે. પોતપોતાના નિર્મળ સ્વભાવ મુજબ પ્રવર્તતા ગુણ-પર્યાયને અટકાવવા એ ભવભ્રમણની નિશાની ર્યું છે. તથા પોતપોતાના નિર્મળ સ્વભાવ મુજબ ગુણ-પર્યાયને પ્રવર્તાવવા જાગૃતિ રાખવી, સહાય કરવી
તે મોક્ષમાર્ગની યાત્રાની નિશાની છે. માટે સાધકે પોતપોતાના નિરુપાધિક સ્વભાવ મુજબ પરિણમતા ગુણ-પર્યાયના કાર્યમાં અવરોધક બનવાના બદલે ઉદ્દીપક બનવા સતત પ્રયત્નશીલ રહેવું તેનું નામ અંતરંગ મોક્ષપુરુષાર્થ છે. તેનાથી શ્રીહંસરત્ન ગણીએ શત્રુંજયમાહાત્મ્યમાં વર્ણવેલ આત્યંતિક અને સર્વોત્તમ એવું મોક્ષસુખ અત્યંત નજીક આવે છે. (૨/૧૦)