Book Title: Dravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ + ટબો (૨/૨)]
છે. જાતને ખોલવાની સાધના કરીએ છી આધ્યાત્મિક ઉપનય :- પોતાના સિવાયના બીજા દ્રવ્યોમાંથી આપણું આત્મદ્રવ્ય જ્ઞાનદષ્ટિથી અલગ તારવી સહભાવી શુદ્ધ ગુણોને પ્રગટ કરવાનું તથા વિદ્યમાન ક્રમભાવી પર્યાયોને નિર્મળ કરવાનું પ્રણિધાન સુદઢ કરવું આવશ્યક છે. આત્મદ્રવ્ય ત્રિકાળધ્રુવ છે. આ હકીકતની જાણકારી આપણને જન્મ-જરા -મરણના ભયથી મુક્ત કરે છે. જન્મ-જરા-મરણ શરીરના છે, આત્માના નહિ. આત્મદ્રવ્ય તો શાશ્વત છે, સ્થિર છે, શાન્ત છે. “આત્મા ગુણોનો ભંડાર છે' - આ હકીકત જાણવાથી અંદરમાં અનેરી ઠંડક થાય. ગુણો તો આત્મામાં અનંતા છે. પરંતુ તે ગુણો વર્તમાનમાં કર્મથી આવરાયેલા છે. આપણે આવરણને 1} દૂર કરીએ તો ગુણો પ્રગટ થાય. ગુણોને લાવવાનો પ્રયત્ન કરવાનો નથી, ગુણોને ખીલવવાના છે. તે માટે આપણી જાતને ખોલવાની છે. જાતને ખોલવાની એટલે આત્મપર્યાયોને ઉજ્જવળ કરવાની સાધના કરવાની. આપણી દૃષ્ટિને ઉપાદેયપણે શુદ્ધ ધ્રુવ આત્મદ્રવ્ય ઉપર રુચિપૂર્વક સ્થાપિત કરીએ એટલે કે આત્મપર્યાયો ઉજળા બનવા માંડે, આવરણો હટવા માંડે, ગુણો પ્રગટવા લાગે. આત્માના આનંદનો અનુભવ પણ થવા માંડે.
જ મોક્ષની ઓળખાણ જ આ ક્રમથી પૂર્ણાનંદ-પરમાનંદ અને પરિપૂર્ણપણે સઘળા ગુણો પ્રગટે તેનું નામ મોક્ષ. મુક્તાત્માનું ગુણમય સ્વરૂપ જણાવતાં સિદ્ધસહસ્રનામકોશમાં કહેલ છે કે ‘સિદ્ધ ભગવંત ધર્મક્ષમાવાળા (ઉત્કૃષ્ટ 87 ક્ષમામય), ધર્મમૃદુતામય, ધર્મઋજુતાગુણાત્મક,ધર્મસંયમસ્વરૂપ,ધર્મસત્યયુક્ત, ધર્મતપસ્વી, ધર્મબ્રહ્મચર્યમય તથા પરમપવિત્ર હોય છે.” ઉપકાર-અપકાર-વિપાક-વચન-ધર્મ (= સ્વભાવ) ભેદથી પાંચ પ્રકારે ક્ષમાદિને ષોડશક, વિશિકા પ્રકરણ વગેરેમાં જણાવેલ છે. તેમાંથી ધર્મક્ષમા વગેરે સ્વભાવાત્મક ઉત્કૃષ્ટગુણ છે. તે સિદ્ધમાં હોય છે. આવું સિદ્ધસ્વરૂપ ઉપરોક્ત ક્રમે મળે છે. આ હકીકતને ધ્યેયગત કરી, સ્વમાં ઊંડા ઉતરી જવા માટે જ દ્રવ્ય-ગુણ-પર્યાયની જાણકારી મેળવવાની છે. (૨/૨)