Book Title: Dravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ + ટબો (૧૭)]
# સાધુના બે પ્રકાર : સંમતિતર્કવૃત્તિ છે - હે પંડિતો ! જે દ્રવ્યાનુયોગનો પારગામી હોય છે અથવા જેને ઓઘથી દ્રવ્યાનુયોગનો આ અનુરાગ હોય છે તે બે પ્રકારના સાધક સિવાય ત્રીજો સાધુ નથી - એમ સંમતિતર્કમાં કહેલું છે.(૧/૭) ,...
S દ્રવ્યાનુયોગરહસ્યની જાણકારી જરૂરી છે
- આત્માર્થી સાધુએ ફક્ત બાહ્ય ઉગ્ર આચારોને પાળવામાં સંતુષ્ટ રહેવાના તેમ બદલે ચારિત્રાચારપાલનની સાથે-સાથે યથાશક્તિ દ્રવ્યાનુયોગનો સંગીન અભ્યાસ કરવામાં પણ લીન બનવું જોઈએ. મોક્ષના લક્ષથી આદરપૂર્વક અનેકાન્તમય નવતત્ત્વની નિશ્ચય-વ્યવહારનયથી વ્યાખ્યા કરવા એ સ્વરૂપ દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરવામાં આવે તો તેના રહસ્યોને સમજતા-સમજતા તારક તીર્થંકર પ્રત્યે ત પ્રગટતા અહોભાવથી ગ્રન્થિભેદ કરવાનું સામર્થ્ય મળે છે, નૈક્ષયિક સમકિત મળે છે અને ચારિત્ર પણ ? તાત્ત્વિક બને છે. માટે દ્રવ્યાનુયોગના પારગામી મહાત્મા પ્રત્યે આદર રાખી, ગીતાર્થની નિશ્રામાં રહી, યથાશક્તિ ચારિત્રાચારનું પાલન કરી દ્રવ્યાનુયોગના પરમાર્થોને મેળવવા કટિબદ્ધ બનવું. તેનાથી આ બ્રહ્મસિદ્ધાન્તસમુચ્ચયમાં દર્શાવેલ મુક્તિ નજીક આવે. ત્યાં શ્રીહરિભદ્રસૂરિજીએ કહેલ છે કે “આત્માની શુદ્ધ અવસ્થા મુક્તિ છે. પરમાર્થથી તો એ આત્મસ્વરૂપ જ છે.” (૧/૭)