________________
ધનિકશાહીની આફત
પુસ્તકની પ્રસ્તાવના લખવાનું કાર્ય સામાન્ય રીતે ડોકટરો પાસે ઓછું આવે છે. પરંતુ પરિવાર સંસ્થાની અને તેમાંય વિખ્યાત અંગ્રેજ નવલકથાકાર ચાર્લ્સ ડિકન્સની આ મજેદાર કથા માટે મારે કંઈ લખવું એવી માગણી પરિવાર સંસ્થા તરફથી થઈ, ત્યારે હું એકદમ ના ન પાડી શક્યો. ખાસ તે એ કારણે કે, પરિવાર સંસ્થાએ અત્યાર પહેલાં ડિકન્સનાં ગુજરાતીમાં ઉતારેલાં પુસ્તક મેં જોયાં હતાં, અને મને એ કામ ગુજરાતી ભાષા અને સાહિત્ય માટે ઉપયોગી લાગ્યું હતું. તે માટે પરિવાર સંસ્થાના સંસ્થાપક સ્વ. શ્રી. મણિભાઈ વાઘજીભાઈ પટેલ તથા શ્રી. પુત્ર છે. પટેલ તથા તેના અન્ય કાર્યકરો, કલાકારો અને સંપાદકને અભિનંદન ઘટે છે. - પરિવાર પ્રકાશન સંસ્થાએ અન્ય પ્રકાશન સંસ્થાઓથી સહેજ ફંટાઈને વિશ્વસાહિત્યને ગુજરાતીમાં ઉતારવાને પુણ્યસંકલ્ય જે દિવસે કર્યો, તે દિવસે જ ગુજરાતની આખી ઉછરતી પેઢીને અને અંગ્રેજી નહીં જાણનાર એવા હજારો ગુજરાતી વાચકોને તેણે કહ્યું બનાવ્યાં છે, એમ મને લાગે છે. આ સંસ્થાએ અત્યાર સુધીમાં નામી વિશ્વસાહિત્યકારોના એક ડઝન ઉપરાંત સફળ સંક્ષેપ દ્વારા વિશ્વસાહિત્યનો મહામૂલો વારસો ગુજરાતી વાચકોને સુલભ કરી આપ્યો છે અને ગુજરાતી સાહિત્યની મેટી સેવા કરી છે.
ગુજરાતી ભાષા વિશ્વસાહિત્યના વેગવાન રસને ઝીલી શકે તેવા ખમીર વાળી છે, એનો પર તો પરિવાર સંસ્થાના આ વિસ્તૃત સંક્ષેપ વાંચવા માંગીએ છીએ તેની સાથે જ થઈ જાય છે. વાચક જોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org