Book Title: Dharmakathanuyoga Part 2 Author(s): Kanhaiyalal Maharaj, Dalsukh Malvania Publisher: Agam Anuyog PrakashanPage 20
________________ ૧૯ રયણચંડરાયચરિયમાં પણ આ પ્રકારની કથાઓ છે. કથાસરિત્સાગરમાં પણ આ કથાઘટકને વ્યક્ત કરતી કથાઓ પ્રાપ્ત થાય છે. પરંતુ આ કથાઓના અવલોકનથી સ્પષ્ટ થાય છે કે મહલીની કથા વિશેષ વ્યાપક અને પ્રભાવશાળી છે. આમાં પ્રતિકેની યોજના વિશેષ સંવેદનશીલ છે. સુવર્ણ પ્રતિમાનું રૂપ નારી સૌન્દર્ય અને તેની અભિજાત સ્થિતિનું પ્રતીક છે. મૂર્તિની ઉપરના છેદ પર ઢાંકેલ કમળ બાહ્યસૌન્દર્યના આકર્ષણને વ્યક્ત કરે છે તથા પ્રતિમાના અંદરના ભોજનની દુર્ગધ નારીના શરીરની અંદરની અશુચિતાને વ્યક્ત કરવાની સાથે સાથે કમળની નીચે રહેનાર કાદવને પણ દેખાડી દે છે. આ દુર્ગન્ધથી રાજાઓ મુખ ઢાંકીને, મુખ ફેરવીને, ઊભા થઈ જાય છે તે ધટના, સંયમિત થઈને આસક્તિથી વિમુખ થઈ જવાની વૃત્તિને પ્રગટ કરે છે. તીર્થકર ચરિત્ર આગમ ગ્રન્થમાં ચોવીસ તીર્થકરોના સંબંધમાં તેમના જીવન સંબંધી કોઈ વિશેષ માહિતી નથી. પરવત પ્રન્થમાં તીર્થકરોના ચરિત્રને વિકાસ થયેલ છે. અરિષ્ટનેમિ અને પાર્શ્વનાથનું સંક્ષિપ્ત ચરિત્ર કલ્પસૂત્રમાં છે.* અરિષ્ટનેમિના આ ચરિત્રમાં રાજમાતા સાથે વિવાહપ્રસંગ તેમ જ પશુહિંસ પ્રત્યે કરુણાભાવ દર્શાવતો પ્રસંગ કલ્પસૂત્રમાં નથી. ઉત્તરાધ્યયન સૂત્રમાં આને ટ્રકે ઉ૯લેખ મળે છે. પરંતુ વ્યાખ્યા સાહિત્યમાં અને વિરતાર થયો છે. આ જ સ્થિતિ પાર્શ્વનાથના ચરિત્ર વિશે પણ છે.' આ વિષયમાં ઘણું જ લખાઈ ચૂકયું છે. ભગવાન મહાવીરનું ચરિત્ર કંઈક વિરતારપૂર્વક આગમોમાં પ્રાપ્ત થાય છે. આચારાંગના બીજ શ્રુતસ્કંધ અને કલ્પસૂત્રમાં મહાવીર સ્વામીના જીવનને વિશેષ ભાગ વર્ણવેલ છે. કેટલીક ધટનાઓ ભગવતી સૂત્ર અને ઔપપાતિક સૂત્રથી જાણી શકાય છે. સ્થાનાંગ સૂત્રથી જણાય છે કે મહાવીરના નિર્વાણુના અવસરે દેવતાઓ દ્વારા પ્રકાશ કરવામાં આવ્યું હતો, જે વર્તમાન કાળમાંના દિવાળી ઉત્સવનું મૂળ મનાય છે. મહાવીરના જીવન પર વિશેષ પ્રકાશ પડી ચૂકેલ છે.' ભરત ચક્રવતી – આગમગ્રન્ગામાં ભરત ચક્રોની કથા જંબદ્ધ પ્રાપ્તિમાં કંઈક વિરતારપૂર્વક છે. સ્થાનાંગ અને સમવાયાંગસૂત્રમાં આ કથાના છૂટાછવાયા સંદર્ભો જ આવેલા છે. ૧ ભરત ચક્રવર્તી સંબંધમાં જો કે સમવાયાંગ અને પરવર્તી જૈન સાહિત્યમાં ઉલ્લેખ છે કે–તેઓ ઋષભદેવના પુત્ર હતા, તથા બાહુબલી તેમના ભાઈ હતા, જેની સાથે તેમનું યુદ્ધ પણ થયું હતું.'' પરંતુ જબૂદીપપ્રકૃતિના આ અંશમાં આવો થાય ઉલેખ નથી કે ભરત ઋષભદેવના પુત્ર હતા, તથા તેમને 2ષભદેવે પોતાનું રાજ્ય સોંપ્યું હતું. એ જ પ્રમાણે બાહુબલીની સાથે ભારતનું જે અહિંસક યુદ્ધ થયું હતું તેનું વર્ણન પણ આગમના આ કથાશમાં નથી. જી-૪થી શતાબ્દીના વિમલરિત “પઉમચરિયું' નામના પ્રાકૃત ગ્રન્થમાં પણ ભારત અને બાહુબલીને બે પ્રતિપક્ષી રાજાઓ સ્વરૂપે ચિત્રિત કરવામાં આવ્યા છે, બે ભાઈઓના સ્વરૂપે નહી. ૧૩ તેથી અહીં એ વિચારણીય છે કે-ઋષભ, ભરત અને બાહુબલી આ ત્રણ પ્રભાવશાળી વ્યક્તિઓને પારસ્પરિક ૧. રણચૂડાયરિયં-સં. શ્રી વિજયકુમુદસરિ, પૃ. ૫૪. ૨. વીસે વાળ પરિમાણ કરવામો નં ૧૩ વમવો. -ધમ્મકહાણઓ, મૂળ, ૫, ૪૩. ૩, વિહેત્તા વરબ્યુર્ટો રિતિ ! –ધમ્મકહાણએગે, મૂળ, પૃ. ૪૩. ૪. ક૯પસૂત્ર-સં. મ. વિનયસાગર, જયપુર, ૫. ઉત્તરાધ્યયન સુત્ર-અ૨૨. છે. શાસ્ત્રી, દેવેન્દ્ર મુનઃ ભગવાન અરિષ્ટનેમિ ઔર કર્મયોગી શ્રી કૃષ્ણ : એક અનુશીલન. ૭. એ જ, ભગવાન પાર્શ્વ : એક સમીક્ષાત્મક અધ્યયન. ૮. ધમ્મકહાણુઓ-મૂળ, પૃ. ૫૪-૮૫. ૯. ધમ્મકહાણુગો -પેરા૦ ૩૫૮, સ્થાનાંગ-અ૦ ૧, સૂ. ૭૬. ૧૦. શાસ્ત્રી, દેવેન્દ્ર મુનિ ભગવાન મહાવીર–એક અનુશીલન, આદિ. ૧૧. ધમ્મકહાણ -મૂલ, પૃ. ૧૧૪-૧૩૮. ૧૨. આવશ્યક ચૂર્ણિ, પૃ. ૨૧૦, આદિ તથા ત્રિશસ્ટિશલાકાપુરુષચરિત આદિમાં. ૧૩, પઉમચરિયું, ૪ ૨૫-૫૫ ગાથા તથા જુઓ લેખકનો નિબંધબાહુબલી સ્ટોરી ઇન પ્રાકૃત લિટરેચર' ગોમટેશ્વર કેમેમેરેશન વોલ્યુમ, ૧૯૮૧ ૫, ૭-૮૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 ... 538