________________
૧૭.
આધારભૂત ગ્રન્થો મનાય છે, એ જ પ્રમાણે સંસ્કૃત, પ્રાકૃત વગેરે ભાષાઓમાં લખાયેલ જૈન સાહિત્યે આગમ સાહિત્યમાંથી પ્રેરણા પ્રાપ્ત કરી છે. આગમ સાહિત્યમાં પ્રાપ્ત થતી કથાઓના મૂળરૂપને જો કે બહેય કમલ મુનિએ ધમકહાણુઓને 'માં વ્યવસ્થિત કરેલ છે. પરંતુ તે પણ આમાં કેટલાય રૂપકે, દૃષ્ટા, લૌકિક કથાઓ વગેરેનું સંકલન કરવું રહી ગયેલ છે. તે તમામનો એકી સાથે સમાવેશ સંભવિત પણ નથી. પરંતુ ભવિષ્યમાં આ પ્રમાણેનું એક સંકલન લેવું જોઈએ.
આગમમાં જે આ કથાઓ ઉપલબ્ધ છે તેમને પૂર્ણ રીતે અહિં આપવી તથા તેમની ઉત્ક્રાંતિ અને વિકાસ વિશે અહિં વિસ્તારપૂર્વક વિશ્લેષણ કરવું સંભવિત નથી. એ એક સ્વતંત્ર અયયનને વિષય છે. . જગદીશચંદ્ર જેને પ્રાકૃત કથાઓના ઉદ્દભવ અને વિકાસ પર મહત્તવપૂર્ણ પ્રકાશ નાખેલ છે. એ અધ્યયનમાં તેઓએ આગમની કથાઓ ઉપર પણ કેટલાક વિચાર કરેલ છે. ડૉ. એ. એન. ઉપાશે એ પણ પોતાની પ્રરતાવનાઓમાં આ સંબંધમાં કેટલીક સામગ્રી પૂરી પાડેલ છે. આગમ ગ્રન્થોના ભારતીય તેમ જ કેટલાક વિદેશી વિદ્વાન સંપાદેએ પણ પિતાની ભૂમિકાઓમાં કથાઓની થોડી તુલના કરેલ છે, પરંતુ જેન આગમોમાં પ્રાપ્ત થતી સઘળી કથાઓનું તુલનાત્મક અધ્યયન હજી સુધી થઈ શકેલ નથી. શેલ કાર્ય માટે આ ઉપયોગી અને સમૃદ્ધ ક્ષેત્ર છે. ધમ્મકહાણુઓની કેટલીક કથાઓની સંક્ષિપ્ત કથા વસ્તુ આપતાં તેમનાં વિષયમાં કંઈક તુલનાત્મક ટિપ્પણી પ્રસ્તુત કરવાથી આગમના અધ્યયન માટે કંઈ માર્ગ નીકળી શકે છે. કુલકર
- ભારતીય ઇતિહાસની પૌરાણિક પરંપરામાં કુલાર સંસ્થાનું વર્ણન છે. માનવસંસ્કૃતિના પ્રાથમિક ચરણમાં જીવનવૃત્તિનું માર્ગદર્શન તેમ જ મનુષ્યને કુળની જેમ એકઠા રહેવાને ઉપદેશ આપનારને કુલાર કહેવામાં આવે છે. આગમ ગ્રન્થમાં એવા ૧૫ કુલકરાને ઉલેખ છે. મે ળરસ કુરારા મુવાિથા – (જબૂ. ૧, ૨ સૂ. ૨૮) કેટલાક ગ્રન્થમાં તેમની સંખ્યા ૧૪ છે. મરુદેવ, નાભિ, ઋષભદેવ આ કુલકરમાંના હતા. આ મુલાકાએ સમાજ અને રાજનીતિ બને ક્ષેત્રોને વ્યવસ્થિત કર્યા હતા. એમની હાકાર માકાર અને ધિક્કારની નીતિમાં સમાજના બધા જ નિયમે સમાવિષ્ટ હતા.' હાલના સંવિધાનની ચાવી કુલકરની નીતિમાં છે. જૈન પરંપરાના કુલકર અને વૈદિક પરંપરાના મનુઓનું કાર્ય માટે ભાગે સમાન છે. સમવાયાંગ તેમ જ રથાનાગ સૂત્રમાં કેવળ કુલકરના નામને ઉલેખ છે. પરંતુ જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં કુલકરની નીતિઓને પણ સંકેત છે. કુલકરની આ જ પરંપરામાં ઋષભદેવ થયેલ છે. અષભ -
ઋષભદેવ જૈન પરંપરામાં પ્રથમ તીર્થંકર થઈ ગયા છે. તેમના જીવન સંબંધમાં વિશાળ સાહિત્ય રચાયેલું મળે છે. પરંતુ આગામોમાં ઋષભદેવનું જીવન ઘણું જ સંક્ષિપ્ત અને સરળ છે. તેમાં એમના પૂર્વ જન્મોનો ઉલેખ નથી. રથાનાંગસૂત્ર વગેરેમાં જુદા જુદા પ્રસંગમાં ઋષભનો ઉલ્લેખ માત્ર જ છે. પરંતુ જબૂતી ૫પ્રતિ સત્રમાં તેઓનું વિસ્તૃત વિવરણ છે. તેમના ચરિતબિન્દુએ આ પ્રમાણે છે –
૧. જન્મમહિમા, ૨. દેવો દ્વારે અભિષેક, ૩. રાયકાળ, ૪, કળાઓને ઉપદેશ, ૫. પ્રયાગ્રહણ, ૬, તપશ્ચર્યા, ૭, સાધુસ્વરૂપ, ૮, સંયમી જીવનની ઉ૫ માએ, ૯. કેવળજ્ઞાન, ૧૦. તીર્થ પ્રવર્તન, ૧૧. આધ્યાત્મિક પરિવાર, (ગણ, ગણધર વગેરે), ૧૨, નિર્વાણને મહિમા,
૧. જેન, ડે, જગદીશચન્દ્ર : પ્રાપ્ત નેરેટીવ લીટરેચર-ઓરિજીન એન્ડ ગ્રોથ, દિલહી, ૧૯૮૧ ૨. ઉપાધે, ડે. એ. એન. - બહત કથા કોશ- ભૂમિકા. ૩. પ્રગાથા જોવાવાયમનમામના મતે | આરાળ ઝુરાવાયકૃતેઃ સુરા ને l – આદિપુરાણુ-જિનસેન,
સર્ગ – ૩, શ્લોક-૨૧૧. ૪. હરિવંશપુરાણુ, સર્ગ-૭, શ્લોક ૧૨૪ આદિ. ૫. શાસ્ત્રી, ડે. નેમિચન્દ્ર-આદિપુરાણુમે પ્રતિપાદિત ભારત, પૂ. ૧૬, ૧, ડે. ફતેહસિંહઃ ભારતીય સમાજ શાસ્ત્ર કે મૂલાધાર, પૃ. ૧૭, ૭. ધમકહાણુઓને, મૂલ, પૃ. ૪, ૮-૯. શાસ્ત્રી, દેવેન્દ્રમુનિ-ઋષભદેવ : એક પરિશીલન, પૃ. ૧૧૮ આદિ. ૧૦. ધમ્મકહાણ , મૂલ, પૃ. ૬-૨૩,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org