________________
૧૮
ઋષભદેવનું કથાનક જૈન, બૌદ્ધ તેમ જ વૈદિક એ ત્રણે પરંપરામાં સારી રીતે પ્રચલિત છે. વૈદિક પરંપરાના શિવ અને જૈન પરંપરાના ઋષભનું વ્યક્તિત્વ પ્રાયઃ એક સમાન છે. બને આદિદેવરૂપે સર્વમાન્ય છે. તેમના જીવનની ઘટનાઓમાં ઘણી સમાનતા છે. એ સંભવિત છે કે શિવ અને ઋષભનું સ્વરૂપ કેઈ આદિમ લેટદેવતાના સ્વરૂપ પરથી વિકસિત થયું હોય. પરંપરા બેદથી પછી તેમાં ભિન્નતા આવતી ગઈ. ઋષભના સંયમી જીવનની જે ઉપમાઓ આપવામાં આવી છે તે ઘણું સટીક છે અને કાવ્યજગતમાં ઘણી પ્રચલિત પણ છે. જેમ કે
૧. કમલપત્રની જેમ નિર્લિપ્ત ૨. પૃથ્વીની માફક સહનશીલ ૩, શરદ સમયના પાણીની જેમ શુદ્ધ હદયવાળા ૪, આકાશ જેવા નિરાવલંબી
પ. પક્ષીની જેમ દરેક રીતે મુક્ત વગેરે. આ ઉપમાઓને ધ્યાનપૂર્વક જેવાથી ખાત્રી થાય છે કે આનો ઘનિષ્ટ સંબંધ પ્રકૃતિના મુક્ત વાતાવરણ સાથે છે, જનજીવન સાથે છે. ઋષભ પ્રકૃતિની જ દેન હતા, અને જન-જીવન માટે તેમનું વ્યક્તિત્વ સમર્પિત હતું. મલ્લી-ચરિત્ર –
શ્વેતાંબર-પરમ્પરા અનુસાર સ્ત્રી પણ તીર્થંકર થઈ શકે છે, આ માન્યતાને મૂળ આધાર જ્ઞાતાધર્મ કથામાં વર્ણવેલ મહેલી ચરિત્ર છે. કથામક દૃષ્ટિથી આ કથાના મુખ્ય કથા ઘટકે આ પ્રમાણે છે
૧, મહાબલ અને તેમના અચલ વગેરે છ મિત્રોની ઘનિષ્ટતા તથા તેમણે કરલે સુખ દુઃખ અને ધર્મ સાધનામાં પણ સાથે રહેવાનો નિશ્ચય..
૨. સાતમાં મહાબળે કરેલી વિશેષ તપસ્યા અને તેના ફળ સ્વરૂપે તેને તીર્થ કર—નામકર્મ બંધ.
૩. મિથિલા નગરીમાં મહામળને રાજકુમારી મલીરૂપે જન્મ. તેના છ સાથીઓની પણ અલગ-અલગ પ્રદેશોમાં રાજકુમારો રૂપે ઉત્પત્તિ.
૪. અલગ-અલગ નિમિત્તે એ છએ રાજકુમારીનું મલલી રાજકુમારીના સૌન્દર્ય પર આસક્ત થવું અને વિવાહ માટે એક સાથે મિથિલા પર સૈન્ય સાથે આગમન.
૫. મલીના પિતા રાજ કુમનું આ છએ રાજકુમારોના આક્રમ થી દુઃખી થવું. તેમની આ ચિંતાનું પુત્રી મલ્લી દ્વારા નિવારણ કરવાની પ્રતિજ્ઞા અને પિતાને આશ્વાસન.
૬. મહેલી દ્વારા પહેલેથી તૈયાર કરવામાં આવેલ પોતાની સુવર્ણપ્રતિમામાં ભરેલા સડેલા ભેજનથી દુર્ગધ દ્વારા એ છએ રાજકુમારોને પ્રતિબંધ આપો.
૭. પ્રતિબંધથી જાતિ-સ્મરણ જ્ઞાન અને વૈરાગ્ય પ્રાપ્તિ દ્વારા મલલીની સાથે જ છ એ રાજકુમારની પણ દીક્ષા. ૮. મલ્લીની રૌત્ર શુકલ ચતુથી એ નિર્વાણ પ્રાપ્તિ.
ભારતીય કથા-સાહિત્યના સંદર્ભમાં જોવામાં આવે તો મલીની કથાને મૂળ અભિપ્રાય છે “શ્રીના રૂપ પર આસક્ત થયેલા પુરુષોને કઈ પ્રભાવશાળી ઉપાય દ્વારા જાગ્રત કરવા.” આ અભિપ્રાય પ્રાચીન સમયથી કથા-સાહિત્યમાં પ્રયુક્ત થત રહેલ છે. બૌદ્ધ સાહિત્યમાં ભિક્ષુણી શુભાની કથા પણ આ જ પ્રકારની છે. તેના પર એક પુરુષ આસક્ત બન્યો. તે શુભાના નેત્રની ઘણી જ પ્રસંશા કરતે હતો. એક દિવસે તેનાથી હેરાન થઈને શુભાએ પોતાના નખથી પિતાના નેત્ર કાઢીને તે કામુક વ્યક્તિના હાથમાં મૂકી દીધો અને કહ્યું કે “જે અખા પર તું માહિત થયા છે, તેને લઈ જા” આ જ પ્રમાણેની બીજી પણ કથાઓ પ્રાપ્ત થાય છે.
ઉત્તરાધ્યયન સૂત્રમાં રાજીમતીએ રથનેમિને વમનના ઉદાહરણ દ્વારા પ્રતિબંધિત કર્યો હતો. આખ્યાનમણિકલની હિણુ નામની કથામાં રહિણી શીલવતીએ પિતાના પર આસક્ત થયેલ રાજાને જુદા-જુદા દષ્ટાંતે કહીને જાગ્રત કર્યો.'
૧. શાસ્ત્રી, કેવાશચન્દ્ર–જન સાહિત્ય કે ઈતિહાસ કી પૂર્વ પીઠિકા. ૨, જુઓ–પેન્જર-બધી એશન ઓફ સ્ટોરી'–ભૂમિકા. છે, જેન, શિવચરણુલાલ : આચાર્ય ભુષ ઔર ઉનકી અઠકથાયે, દિલ્હી, ૧૯૬૮. ૪. ઉત્તરાધ્યયન સૂત્ર, અ. ૨૨, ગા. ૪૧-પર. ૫. આખ્યાનકમણિ કેશ, કથાનક સંખ્યા-૧૫, પૃ. ૬૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org