________________
અમ દશવૈકાલિકસૂર ભાગ-૨ જુ ન અને અધ્ય. ૩ નિયુક્તિ ૧૮૮ થી ૧૯૧૭ છેઆવશ્યકમાં છે, તે પ્રમાણે કહેવું.
(ધનોપાર્જનમાં કંટાળો ન આવવો જોઈએ તથા ઉપાર્જિતધન ધીમે ધીમે બચાવી છે બચાવીને ભેગું કરવું જોઈએ.)
• હવે દક્ષત્વનો અવસર છે. પ્રસંગપૂર્વક એ દક્ષત્વનું વર્ણન કરે છે કે એ 'સાર્થવાહપુત્રની દક્ષતા = કાર્યચપળતા પાંચરૂપિયાનાં ફલવાળી થઈ. શ્રેષ્ઠિપુત્રનું સૌંદર્ય " ૧૦૦ રૂ.નાં ફળવાળું થયું. મનીપુત્રની બુદ્ધિ ૧૦૦૦રૂા.નાં ફલવાળી થઈ. અને
રાજપુત્રનું પુણ્ય લાખ રૂા.નાં ફલવાળું થયું. આ પ્રમાણે ગાથાનો અક્ષરાર્થ છે. ભાવાર્થી - કથાનકથી જાણવો. તે આ છે. બ્રહ્મદત્ત રાજકુમાર, કુમાર મંત્રીપુર, શ્રેષ્ઠિપુત્ર, F"
સાર્થવાહપુત્ર આ ચારેય પરસ્પર વાતચીત કરે છે “કોણ શેના આધારે જીવે છે ?” ત્યાં 1 રાજપુત્રે કહ્યું “હું પુણ્યથી જીવું છું.” કુમાર મંત્રીપુત્રે કહ્યું કે “હું બુદ્ધિથી જીવું છું.” = શ્રેષ્ઠિપુત્રે કહ્યું કે “હું રૂપથી જીવું છું.” સાર્થવાહપુત્રે કહ્યું કે “હું દક્ષતાથી જીવું છું.”
તેઓ કહે છે “અન્ય સ્થાને જઈ આપણે આની પરીક્ષા કરીએ.”
તેઓ અન્યનગરમાં ગયા, કે જ્યાં કોઈ એમને ઓળખતું નથી. ઉદ્યાનમાં રહ્યા. તે ન દક્ષને આદેશ અપાયો કે જલ્દી ભોજન-પાણીનાં ખર્ચને લાવ. (અર્થાતુ ભોજન માટે જરૂરી ધન લઈ આવ.) તે બજારમાં જઈને એક વૃદ્ધવણિની દુકાને ઉભો રહ્યો. તેને ઘણાં ગ્રાહકો આવે છે. તે દિવસે કોઈક ઉત્સવ છે. વણિક પડિકા બાંધવામાં પહોંચી વળતો નથી. પછી સાર્થવાહપુત્ર દક્ષતા હોવાથી જેને જે મીઠું, તેલ, ઘી, ગોળ, સુંઠ, મરચાં " વગેરે ઉપયોગી હોય, તેને તે આપે છે. વણિકને ઘણો વધારે નફો થયો. ખુશ થયેલો તે બોલે છે કે “તમે આ નગરમાં બહારથી આવેલા છો કે અહીંના રહેવાસી છો ?” તે ન કહે છે કે “આગંતુક છીએ.” વણિક કહે કે “તો અમારા ઘરે ભોજનનો સ્વીકાર કરો.” "T " તે કહે છે કે મારા બીજા મિત્રો ઉદ્યાનમાં છે. તેમના વિના હું ભોજન નહિ કરું.” તેણે | ન કહ્યું કે “બધા જ આવો.” વાણિયાએ તેઓનાં ભોજનદાન, તંબોલાદિમાં જેટલું વાપર્યું, Fા a, એ પાંચ રૂપિયાનું થયું.
બીજા દિવસે રૂપવાનું વણિકપુત્રને કહેવાયું કે “આજે તારે ભોજનનો ખર્ચ આપવાનો છે.” વણિપુત્રે કહ્યું “સારું” તે ઉભો થઈને વિભૂષિત થઈને વેશ્યાઓનાં | : વાડામાં ગયો. ત્યાં દેવદત્તા નામની વેશ્યા પુરૂષ ઉપર દ્વેષવાળી હતી. ઘણાં રાજપુત્રો |
વગેરેએ એની માંગણી કરી પણ એ કોઈને ઈચ્છતી નથી. તે વેશ્યા તે વણિકપુત્રનાં સુંદર ! રૂપસમુદાયને જોઈને ક્ષોભ પામી. એની પાસે રહેલી દાસીએ જઈને તેની માતાને કહ્યું છે કે “દેવદત્તા સુંદરયુવાન ઉપર દૃષ્ટિ કરે છે.” તેથી તે કહે કે “તું એ યુવાનને કહે કે મારા (
F
S