________________ અમ દશવૈકાલિકસૂગ ભાગ-૨ અય. 4 સૂગ - 4 છે. અહીં બીજું લેવાનું. એ બીજા મહાવ્રતમાં મૃષાવાદથી વિરમણ (પ્રભુએ કહેલું છે.) ભદન્ત ( ! સર્વ મૃષાવાદનું પચ્ચખ્ખાણ કરું છું. એ પૂર્વની જેમ સમજવું. તે આ પ્રમાણે - ક્રોધથી કે લોભથી... અહીં પહેલા અને છેલ્લા કષાયનાં ગ્રહણથી | માન અને માયા કષાયનો પરિગ્રહ કરી લેવો. | ભયથી કે હાસ્યથી.. આનાવડે પ્રેમ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન વગેરેનો પરિગ્રહ | કરવો. | હું સ્વયં મૃષા બોલીશ નહિ, બીજાવડે મૃષા બોલાવીશ નહિ. મૃષા બોલતાં એવા " પણ બીજાઓને અનુમતિ આપીશ નહિ.. આ બધું અને વાવળીવું વગેરે બધું ભાવાર્થને FT | આશ્રયીને પૂર્વની જેમ કહેવું. | વિશેષ આં છે. મૃષાવાદ ચાર પ્રકારે છે. (1) સદ્ભાવપ્રતિષેધ (2) અસદ્ભાવઉભાવન (3) | અર્થાન્તર(૪) ગહ. તેમાં સદ્ભાવ પ્રતિષેધ આ પ્રમાણે કે, “આત્મા નથી, પુણ્ય અને પાપ નથી.” વગેરે. | અસદુભાવનું ઉલ્કાવન આ પ્રમાણે કે, “આત્મા સર્વવ્યાપી છે કે શ્યામાકાંદુલ | | (ચોખા) જેટલો જ છે...' વગેરે. અર્થાન્તર આ પ્રમાણે કે ગાયને ઘોડો કહે.. વગેરે. ગ આ પ્રમાણે કે કાણાને કાણો કહે...વગેરે. ક્રોધાદિ ભાવોથી ઉપલક્ષિત આ મૃષાવાદ બીજી રીતે પણ ચારપ્રકારનો છે. (ભાવથી મૃષાવાદ બતાવ્યો, એટલે ઉપલક્ષણથી દ્રવ્યથી મૃષાવાદ વગેરે પણ લઈ શકાય...) તે આ પ્રમાણે... દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી. દ્રવ્યથી મૃષાવાદ : સર્વ દ્રવ્યોમાં ખોટીપ્રરૂપણા કરવાથી. ક્ષેત્રથી મૃષાવાદ : લોક અને અલોક વિષયમાં ખોટીપ્રરૂપણા કરવાથી. કાલથી મૃષાવાદઃ રાત્રિ વગેરે કાળ સંબંધમાં ખોટીપ્રરૂપણા કરવાથી. (અથવા તો રાત્રે કે દિવસે ખોટું બોલવું એ કાલપ્રધાનતાથી કાલમૃષાવાદ...) ભાવથી મૃષાવાદ : ક્રોધ વગેરેથી મૃષાવાદ. દ્રવ્યાદિની ચતુર્ભગી વળી આ છે. (1) એક મૃષાવાદ દ્રવ્યથી છે, ભાવથી નથી.