Book Title: Dashvaikalik Sutram Part 02
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

Previous | Next

Page 326
________________ | નHISતુ તમે નિનશાસનાય || શ્રમણ ભગવાન મહાવીરુદેવના શાસનમાં સૌથી છેલ્લે સુધી ટકનારું એક માત્ર સૂત્ર એટલે દસવૈકાલિક સૂત્ર ! ને માત્ર છ મહિનામાં આત્મહિત સાધી શકાય એ માટે બાર અંગોમાંથી ઉદ્ધાર કરાયેલા 700 શ્લોકો એટલે દસવેકાલિક સૂત્ર ! દીક્ષા લીધા બાદ પ્રત્યેક સંયમીએ જેને અવશ્ય ગોખવું જોઈએ એવું | અણમોલ સૂત્ર એટલે દમુવૈકાલિક સૂત્રો ! આવા મહાન આગમસૂત્ર ઉપર શ્રી ભદ્રબાહુસ્વામીએ નિર્યુક્તિઓ રચી, તો 1444 ગ્રન્થના રચયિતા શ્રી હરિભદ્રસૂરિજીએ રહસ્યોથી ભરપૂર વૃત્તિની રચના કરી, રમણીય છતાં અતિ - અઘરી એ વૃત્તિ - ટીકા વાંચવી, એનો ભાવાર્થ સમજવો ખરેખર અઘરો છે. માટે જ હજારો સંયમીઓ આ અણમોલ ગ્રન્થના રહસ્યોથી વંચિત રહે છે, એ હજારો સંયમીઓ ઉપર ઉપકાર કરવાની એક માત્ર પવિત્ર ભાવનાથી આ ભાષાંતર ગ્રન્થ પ્રકાશિત કર્યો છે. અઘરા પદાર્થો વધુ સરળ કરવાનો પુરૂષાર્થ કર્યો છે. [ પણ શક્ય છે કે છદ્મસ્થતાદિ દોષોના કારણે મારી પણ ક્ષતિ થઈ હોય, એ માટે પુનઃ પુનઃ ક્ષમા માંગુ છું અને સંયમીઓને વિનંતિ કરું છું કે આ ગ્રન્થનો તલસ્પર્શી અભ્યાસ કરીને મારી ભાવનાને સફળ બનાવવામાં મને સહાય કરે, ગુણહંસવિ, મ,

Loading...

Page Navigation
1 ... 324 325 326