________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૨
અધ્ય. ૩ નિયુક્તિ ૨૦૧-૨૦૨ હવે નિર્વેદનીકથા કહે છે. તે ચારપ્રકારે છે. તે આ પ્રમાણે ઈહલોકમાં ખરાબ કામોથી ભેગા કરેલાં કર્મો ઈહલોકમાં જ દુ:ખનાં વિપાકવાળા થાય છે. દા.ત. ચોરો અને પરસ્ત્રીલંપટોને ચોરી અને વ્યભિચારનું ફલ ફાંસી વગેરે આ જ ભવમાં મળે છે. આ પહેલી નિર્વેદનીકથા થઈ.
હવે બીજી કથા કહે છે.
ઈહલોકમાં દુૠચીર્ણકર્મો પરલોકમાં દુઃખવિપાકવાળા બને, એ શી રીતે ? એનો न ઉત્તર આપે છે કે જેમ નારકજીવોએ અન્યભવમાં કરેલું કર્મ નારકભવમાં ફલ આપે છે. માઁ (નારકજીવો જ્યારે મનુષ્ય હતાં, ત્યારે આરંભ-પરિગ્રહાદિ કરીને નરકાયુષ્ય બાંધેલું. ૐ અહીં શાસ્રકારભગવંત બોલે છે એટલે ઈહલોક તરીકે મનુષ્યભવ સમજવો. નરક એ પરભવ કહેવાય.) આ બીજી નિર્વેદની કથાપૂર્ણ થઈ.
હવે ત્રીજી કહે છે. પરલોકમાં દુક્ષીર્ણ કર્મો આલોકમાં દુઃખ વિપાકવાળા બને છે. એ શી રીતે ? તે કહે છે કે હલકા કુલોમાં ઉત્પન્ન થયેલા બાલપણથી જ માંડીને ક્ષયકોઢાદિ રોગોથી અને ગરીબાઈથી પરેશાન થયેલા દેખાય છે. આ ત્રીજી નિર્વેદનીકથા ગઈ.
7
(તિર્યંચાદિભવોમાં જીવોએ પાપો કરેલા હોય, એનું ફળ એટલે આ રીતે આ ત્રીજી કથા સંગત થાય છે.)
આ મનુષ્યભવમાં મળે છે.
હવે ચોથી નિર્વેદનીકથા કહે છે. પરલોકમાં દુશ્રીર્ણકર્મો પરલોકમાં જ દુઃખવિપાકવાળા બને છે. એ શી રીતે ? તે કહે છે કે જેમ પૂર્વે ખરાબ કામોથી એકઠા કરેલા કર્મો દ્વારા જીવ સાણસીનાં જેવા મોઢાવાળા પક્ષીઓમાં ઉત્પન્ન થાય છે. પછી તેઓ
I
7
આ પ્રમાણે ઈહલોક કે પરલોક પ્રજ્ઞાપક = વક્તાને આશ્રયીને થાય છે. તેમાં પ્રજ્ઞાપક શાસ્રકાર છે, એટલે એમને માટે મનુષ્યભવ ઈહલોક છે, બાકીની ત્રણેય ગતિઓ પરલોક છે. (જો આ બધી વાતો દેવ કરતો હોય તો એ દેવભવને ઈહલોક ગણશે, બાકીની ત્રણગતિ પરલોક બનશે...)
હવે આ નિર્વેદનીના જ રસને કહે છે.
૧૦૮
T
T
I
અસંપૂર્ણ એવા નરકપ્રાયોગ્ય કર્મોને તે પક્ષીજાતિમાં પૂર્ણ કરે છે. પૂરીને નરકભાવમાં તેને ા ભોગવે છે. આ ચોથી નિર્વેદનીકથા પૂર્ણ થઈ. (દેવનાં ભવમાં ખૂબ પાપ કરે તો પણ F નરકમાં જઈ શકાય એટલા પાપ ન કરી શકે, એટલે એ પક્ષી થાય, ત્યાં નરકમાં જવા ના માટે જે કર્મો ખુટતા હતાં, એ કર્મો ભેગા કરીને નારકમાં જતાં રહે. આમાં દેવ, તિર્યંચ - ભવરૂપી પરભવમાં ભેગા કરેલા કર્મો નારકભવરૂપી પરભવમાં અનુભવે છે... મનુષ્યભવ સિવાય બધા જ પરભવ છે... એ દૃષ્ટિએ આ પદાર્થ સમજવો...)