________________
હવે પરલોકસંવેજની કહે છે - “દેવો પણ ઈર્ષ્યા, વિષાદ, મદ, ક્રોધ, લોભ વગેરે દુઃખોથી પરાભવ પામેલા છે પરેશાન થયેલા છે, તો પછી તિર્યંચનારકોની તો શી વાત કરવી ?” આવાપ્રકારની કથા કહેતો ધર્મકથી શ્રોતાને સંવેગ ઉત્પન્ન કરી આપે છે.
આ પરલોકસંવેજની પૂર્ણ થઈ.
न
હવે શુભકર્મનાં ઉદયનું અને અશુભકર્મનાં ક્ષયનું ફલ કહેવા દ્વારા સંવેજનીકથાનાં માં રસને કહે છે કે વીર્યવૈક્રિયઋદ્ધિ - તપનાં સામર્થ્યથી ઉત્પન્ન થયેલી આકાશગમન, જંઘાચારણાદિરૂપી વીર્યશક્તિ અને વૈક્રિય શરીરને બનાવવારૂપી વૈક્રિયશક્તિ स्त જ્ઞાન, દર્શન, ચારિત્રની ઋદ્ધિ.
...,
દશવૈકાલિકસૂત્ર ભાગ-૨
અધ્ય. ૩ નિયુકિત ૧૯૯-૨૦૦ એક ઝાટકે એ કપાઈ જાય એવો તુચ્છ હોય છે. એમ મનુષ્યભાવ પણ ક્યારે કપાઈ જાય એ નિશ્ચિત નથી...)
એમાં જ્ઞાનઋદ્ધિ : “હે ભગવાન્ ! ચૌદપૂર્વી એક ઘડામાંથી એક હજાર ઘડા અને એક વસ્ત્રમાંથી એક હજાર વસ્ર બનાવવા માટે સમર્થ છે ?” હા ! બનાવવા માટે સમર્થ
7 છે.
廿
H
*
તથા અજ્ઞાની ઘણાં કરોડ વર્ષે જે કર્મ ખપાવે, ત્રિગુપ્તિથી ગુપ્ત જ્ઞાની ઉચ્છવાસમાત્રમાં તે કર્મને ખપાવી દે. આ બધી જ્ઞાનની ઋદ્ધિ છે.
ચારિત્રઋદ્ધિ : ચારિત્રને માટે કંઈપણ અસાધ્ય નથી. ચારિત્રવાળાઓને તો દેવો પણ પૂજે છે.
દર્શનઋદ્ધિ : પ્રશમાદિ એ દર્શનઋદ્ધિ છે.
न
તથા સમ્યગ્દષ્ટિજીવ વૈમાનિકદેવલોક સિવાયનું આયુષ્ય બાંધતો નથી. જો એ
શા સમ્યક્ત્વભ્રષ્ટ ન થયો. હોય તો અથવા તો જો એ પૂર્વે આયુષ્ય બાંધી ચૂક્યો ન હોય
Г
ना
મા
તો. (સમ્યક્ત્વીજીવ સમ્યક્ત્વથી ભ્રષ્ટ થાય, તો તો વૈમાનિક આયુ. ન પણ બાંધે. એમ સમ્યક્ત્વીજીવ સમ્યક્ત્વ પામ્યા પૂર્વે આયુષ્ય બાંધી ચુક્યો હોય તો પછી એ સમ્યક્ત્વ પામ્યા બાદ પણ વૈમાનિકદેવાયુષ્ય ન બાંધે.)
આ પણ દર્શનની ઋદ્ધિ છે.
જે પ્રસંગમાં આ બધું કહેવાય, એ સંવેજનીકથાનો રસ છે.
સંવેજની કહેવાઈ ગઈ.
निर्वेदनीमाह - पापानां कर्मणां चौर्यादिकृतानामशुभविपाकः - दारूणपरिणामः
મૈં
૧૦૬
可