________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૨
અધ્ય. ૪ ભાષ્ય-૩૮
પ્રશ્ન : અહીં તત્ શબ્દથી દેહ અને ઈન્દ્રિય બંને લેવાય. કેમકે એ બંનેનો પૂર્વમાં ઉલ્લેખ કરેલો છે. પણ તત્ થી બે લેવા બરાબર નથી. કેમકે તત્ = ઈન્દ્રિય લેવામાં તો વાંધો ન આવે, ઈન્દ્રિયોથી ઉપલબ્ધ = જણાયેલ અર્થો... એમ પદાર્થ સંગત થાય, પરંતુ તથી દેહ શી રીતે લેવાય ? કેમકે દેહથી ઉપલબ્ધ અર્થ તો છે જ નહિ.
મ
ઉત્તર ઃ તમારી વાત સાચી છે. તત્ શબ્દથી એનો જ પરામર્શ = બોધ કરવો કે જેનો સંભવ હોય. દેહનો સંભવ નથી, તો દેહનો પરામર્શ ન કરવો, પણ ઈન્દ્રિયનો સંભવ છે, તો માત્ર ઈન્દ્રિયનો પરામર્શ કરવો. એટલે આ પ્રમાણે અનુમાનનો અર્થ થશે કે ઈન્દ્રિયોપલબ્ધ અર્થોનું ઈન્દ્રિયનો વિનાશ થવા છતાં પણ સ્મરણ થતું હોવાથી. (જીવ • દેહેન્દ્રિયભિન્ન છે.)
વળી આ હકીકત છે કે
કે અંધ અને બધિરો વગેરે પૂર્વે અનુભવેલા રૂપાદિને યાદ કરે
જ છે.
દૃષ્ટાન્ત આ પ્રમાણે છે કે જેમ ઘરનાં ઝરુખાઓથી પુરુષ જુએ = દેખે છે... त આખો અનુમાનપ્રયોગ આ પ્રમાણે થશે કે
前 आत्मा कथंचित् देहेन्द्रियभिन्नः तद्विगमेऽपि तदुपलब्धार्थ स्मरणात् पञ्चवातायनोप- लब्धार्थानस्मर्तृदेवदत्तवत्
(ભાવાર્થ : કોઈક પુરુષે પોતાના મકાનની પાંચ બારીઓમાંથી ૨૦ વર્ષની ઉંમરે
નિ બહારનાં દશ્યો જોયેલા હોય, એ પુરુષ કોઈપણ કારણસર ૧૦ વર્ષ બાદ એ પાંચેય
- બારીઓ ચણાવી દઈ ત્યાં ભીંત કરી નાંખે, તો એકેય બારી ન હોવા છતાં એ બારીમાંથી
જોયેલા દૃશ્યોનું સ્મરણ તો કરી જ શકે છે. હવે આ પુરુષ પાંચેય બારીઓથી જુદો છે,
T
એ તો બધા માને જ છે જો પુરુષ પાંચ બારીઓથી જુદો ન હોત તો બારીઓ ખતમ
થતાં એ પુરુષ પણ ખતમ થઈ જાત. પણ એવું બન્યું નથી.
ना
य
પ્રસ્તુતમાં ૨૦ વર્ષની ઉંમરના પુરુષે આંખોથી જે જોયેલું, કાનથી જે સાંભળેલું એ બધું જ ૪૦ વર્ષે એ પુરુષ કદાચ અંધ-બધિર થઈ જાય તો પણ એને યાદ તો આવે જં છે. અર્થાત્ આંખ કાન જવા છતાં પણ આંખ-કાનથી અનુભવેલી વસ્તુઓનું સ્મરણ તો થાય જ છે. એનો અર્થ જ એ કે આ જીવ ઈન્દ્રિયોથી ભિન્ન છે. જો જીવ ઈન્દ્રિય-અભિન્ન હોત, તો ઈન્દ્રિયનો નાશ થતા જીવનો પણ નાશ થાત અને તો પછી ઈન્દ્રિયાનુભૂતપદાર્થોનું સ્મરણ ન થાત. પણ એ થાય તો છે જ. એટલે માનવું જોઈએ કે જીવ ઈન્દ્રિયભિન્ન છે.)
૧૮૬
H