________________
દશવૈકાલિક સૂત્ર ભાગ-૨
રણંદ. હું ભાષ્ય-૦૪
જે રીતે વિનાશ થાય છે, તે રીતે જીવનાં કારણોનો વિનાશ થતો નથી. કેમકે જીવનાં કારણો જ નથી.
આમ બે રીતે જીવનું નિત્યત્વ જાણવું. એ આકાશ અને પટનાં અનુમાનથી જાણવું. અનુમાન શબ્દનો અર્થ દૃષ્ટાન્ત કરવો. એટલે કે આકાશ અને પટનાં દૃષ્ટાન્તથી જીવનું નિત્યત્વ જાણવું.
અનુમાન પ્રયોગ આ પ્રમાણે થશે.
(१) आत्मा नित्यः स्वकारणविभागाभावात् आकाशवत् (२) आत्मा नित्यः स्वकारणविनाशाभावात् आकाशवत् જે અનિત્ય છે, તેના કારણોનો વિભાગ થાય છે, જેમકે પટ. જે અનિત્ય છે, તેના કારણોનો વિનાશ થાય છે, જેમકે પટ. પટ વ્યતિરેક દૃષ્ટાન્ત છે.
પટમાંથી તત્ત્તઓ વિભાગ અને વિનાશ પામે છે. આ પ્રમાણે આત્માનાં નિત્યત્વની સિદ્ધિ થઈ. એ પછી
आत्मा अमूर्तः नित्यत्वात् आकाशवत्
आत्मा देहभिन्नः अमूर्तत्वात् आकाशवत्
આમ બે અનુમાન દ્વારા અમૂર્તત્વ અને દેહભિન્નત્વની સિદ્ધિ થઈ જાય છે. निर्युक्तिगाथायां कारणविभागाभावात्कारणविनाशाभावाच्चेति द्वारद्वयं | व्याख्याय साम्प्रतं बन्धस्य प्रत्यायाभावादिति व्याचिख्यासुराह -
हेउप्पभवो बंधो जम्माणंतरहयस्स नो जुत्तो । तज्जोगविरहओ खलु चोराइघडाणुमाणाओ ।।૪૬॥ માધ્યમ્ ॥
નિયુક્તિગાથામાં ચાર દ્વાર દર્શાવેલા. એમાં કારણવિભાગાભાવ અને કારણવિનાશાભાવરૂપ બે દ્વારનું વ્યાખ્યાન કરીને હવે વન્યસ્ય પ્રત્યયામાવાત્ એ દ્વારનું વ્યાખ્યાન કરવાની ઈચ્છાવાળા કહે છે કે
ભાષ્ય-૪૬ ગાથાર્થ : જન્મ પછી તરત જ હણાયેલાને હેતુજન્ય બંધ ન ઘટે. કેમકે હેતુનાં યોગનો વિરહ થાય. આ વાત ચોરાદિ-ઘટનાં અનુમાનથી જાણવી.
---
-
મ
fr F