Book Title: Danadi Prakaranam Author(s): Suracharya, Kalyanbodhisuri Publisher: Jinshasan Aradhak Trust View full book textPage 9
________________ સંયમપંથનો સ્વીકાર કરી દ્રોણાચાર્ય નામે પ્રસિદ્ધ થયા હતાં. બીજા સંગ્રામસિંહ હતાં. સંગ્રામસિંહના મૃત્યુ પછી તેમની પત્નીએ દ્રોણાચાર્યને વિનંતી કરી કે “આપ મારા પુત્ર મહીપાલને વિવિધ શાસ્ત્રોનો અભ્યાસ કરાવો.” તેથી દ્રોણાચાર્યે મહીપાલને વ્યાકરણ, તર્કશાસ્ત્ર, સાહિત્ય, આગમો વગેરેનો અભ્યાસ કરાવ્યો. મહીપાલ પણ શાસ્ત્રોનું યથાર્થ જ્ઞાન મેળવી તેના ફળ એટલે કે વિરતિને પામ્યો. (જ્ઞાનચ « વિરતિ.) મહીપાલે દ્રોણાચાર્યને પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા. આચાર્યપદ માટે મહીપાલને યોગ્ય જાણી દ્રોણાચાર્યે તેમને આચાર્ય પદવી આપી અને તેમનું નામ ‘સૂરાચાર્ય' રાખ્યું. એક દિવસ ભીમદેવની રાજસભામાં ધારારાજયના રાજા ભોજદેવના વિદ્વાન પુરુષો આવ્યા. તેઓએ રાજા ભોજના ગુણોને કહેતી એક ગાથા કહી. આના જવાબમાં સૂરાચાર્યે એક ગાથાની રચના કરી અને ભીમદેવ રાજાએ તે રાજા ભોજને મોકલી. તે ગાથા વાંચી રાજા ભોજ અત્યંત પ્રસન્ન થયાં. સૂરાચાર્ય અત્યંત કડક ગુરુ હતાં. શિષ્યોએ કરેલી નાની ભૂલને પણ તેઓ સહન ન કરતા અને કરેલી ભૂલ માટે શિક્ષા કરતા. શિષ્યોએ પોતાના પર થયેલી આવી શિક્ષાની ફરિયાદ દ્રોણાચાર્યને કરી. દ્રોણાચાર્યે સૂરાચાર્યને આવા વર્તન માટે ઠપકો આપ્યો. સૂરાચાર્યે ગુરુનો ઠપકો સહર્ષ સ્વીકાર્યો અને સાથે એટલું કહ્યું કે “આ શિક્ષા કરવા પાછળ મારો આશય એટલો જ છે કે મારા શિષ્યો ખૂબ વિદ્વાન બને જેથી તેઓ પ્રતિપક્ષીને વાદાદિમાં સહેલાઈથી જીતી શકે.” તે જ સમયે દ્રોણાચાર્યે સૂરાચાર્યને પૂછ્યું કે જો તે ભોજદેવના રાજ્યમાં રહેલ પ્રતિપક્ષીઓને જીતી શકે. સૂરાચાર્યે આ વાત સ્વીકારી અને પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી આ પરીક્ષામાં હું પાર ન પામું ત્યાં સુધી મારે ઘી અને દૂધનો ત્યાગ. સૂરાચાર્ય વિહાર કરી ધારા પહોંચ્યા. ભોજ રાજાને પોતાનાં )Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 228