Book Title: Danadi Prakaranam
Author(s): Suracharya, Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 8
________________ ચૈત્યવાસિમુનિઓએ ચુસ્ત રીતે જૈનાગમોનું પાલન ન કર્યું. અનેક અવસરોમાં આગમોમાં નહિં કહેલ માર્ગ પણ તેમણે સ્વીકાર્યો. પરિણામે શિથિલતા તેઓમાં પેસી. તેના પરિણામે આ સંસ્થા સામે વિરોધ થયો. આ ગ્રંથમાં ઘણે ઠેકાણે ચૈત્યવાસિઓની તરફેણ કરી છે. દા.ત. છઠા અવસરમાં ૧૩, ૧૬, ૧૯ વગેરે. આ શ્લોકોમાં વિવિધ રીતે ચૈત્યવાસિઓની યોગ્યતા બતાવી છે. પણ સાથે સાથે જે મુનિઓનું જીવન સંપૂર્ણપણે આગમાનુસાર છે તેઓ પ્રતિ અત્યંત આદરભાવ પણ પ્રગટ કર્યો છે. દા.ત. છઠા અવસરમાં ૭૫,૧૦૭. ‘દાન કરવું જોઈએ? – આવું કહેનારાઓ હાનિકારક અને ખોટો ધર્મોપદેશ આપે છે. આવું જેઓ કહે છે તેઓને ઉદ્દેશીને ગ્રંથકારે સાતમાં અવસરમાં શ્લોક ૧, ૨, ૨૬, ૨૭ માં હાનિકારક શબ્દો વાપર્યા છે. આનાથી ખ્યાલ આવે છે કે ગ્રંથકારશ્રીના સમયે પણ એવા અગ્રેસરો હશે કે જેઓ પોતાના પ્રવચનોમાં દાનના આચરણનો પ્રતિષેધ કરતા હશે. ભૂતકાળમાં શિવમંદિર વગેરેના નિભાવ માટે લોકો ગામ, જમીન વગેરેનું દાન આપતા. તે જ રીતે જૈન મંદિરોના નિભાવ માટે લોકો ગામ, જમીન, ફળ-ઝાડનો બગીચો, કૂવાઓ વગેરેનું દાન આપતા. (ત્રીજા અવસરનો ૩૯મો શ્લોક) વાચકશ્રી ઉમાસ્વાતિના પાઠો બે ઠેકાણે જોવા મળે છે. (બીજા અવસરનો ૧૪મો શ્લોક અને સાતમા અવસરનો ૮૭મો શ્લોક.) સાતમા અવસરના શ્લોક નં. ૮૮ અને ૯૯, પ્રશમરતિમાંથી લીધેલ છે. વળી એક શ્લોક ભગવદ્ગીતાનો પણ છે. (બીજા અવસરનો ૧૨મો શ્લોક.) ઘણા શ્લોકો આગમિક વાક્યોનું ભાષાંતર છે. લેખકનો પરચિય ગુજરાત દેશના રાજા ભીમદેવના બે મામા હતા. તેમાંથી એક

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 228