Book Title: Danadi Prakaranam
Author(s): Suracharya, Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 7
________________ હાલો છીજ દાની ‘દાનાદિપ્રકરણ’ની એક જ હસ્તપ્રત ઉપલબ્ધ છે. જે હાલમાં પાટણના હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરમાં પ્રાપ્ત થાય છે. આ હસ્તપ્રત અધુરી છે. તેમાં ૭૨ પાના છે. પહેલા ત્રણ પાના ખોવાયા છે. અમુક પાનાનાં અંગછેદ થઈ ગયા છે. આ કારણોસર આ પ્રત અધુરી છે. તુટેલ પાઠોને ઠેકાણે .... આવી નિશાની તથા અમુક ઠેકાણે કલ્પિત પાઠો લખેલ છે. (પૂર્વ પ્રકાશનમાં જ્યાં પાઠપૂર્તિ બાકી હતી એવા અનેક સ્થળોમાં પાઠપૂર્તિ કરીને + નૂતન અનુવાદ કરીને પ્રસ્તુત પ્રકાશન કરેલ છે.) લગભગ ચાલીશ વર્ષ પહેલા પંડિતવર્ય શ્રી અમૃતલાલ ભોજકે આ હસ્તપ્રતના આધારે એક પ્રેસ-કૉપી તૈયાર કરી હતી. રચના કાળ ‘બૃહદ્ ટિપ્પનિકા'માં એવો ઉલ્લેખ મળે છે કે ‘સૂરાચાર્યે’ ‘નેમિચરિત્રમહાકાવ્ય’ની રચના વિ. સં. ૧૦૯૦માં કરેલ હતી. આના પરથી અનુમાન થઈ શકે છે કે ‘દાનાદિપ્રકરણ'ની રચના પણ ૧૧મી સદીના છેલ્લા બે દશકામાં થઈ હશે. ગ્રંથની વિશેષતા ૧૧મી સદીની પહેલા જૈન શ્વેતાંબરોમાં ચૈત્યવાસિઓની હૈયાતિ હતી. આગમમાં કહેલ આચાર-વિચારના ધોરણ તેઓને અઘરા લાગ્યા. તેથી તેઓએ પોતાની મર્યાદા બાંધી અને તે પ્રમાણે જીવવા લાગ્યા. પણ સમય જતાં મર્યાદા અને શિથિલતા વચ્ચેનો ભેદ કરવો મુશ્કેલ થયો. તેના પરિણામે ૧૧મી સદીમાં જૈન સાધુઓના એક જૂથે તેનો વિરોધ કર્યો અને આગમમાં કહેલ મુનિજીવનનો ચુસ્તપણે પાલન કરવાનો સ્વીકાર કર્યો. જો કે સંસારનો સાચો ત્યાગ, જૈન-જૈનેતરશાસ્ત્રોનો અભ્યાસ, સાંસારિક સંબંધો પ્રતિ નિર્મમત્વ વગેરે પરંપરાઓ સદીઓ સુધી ચૈત્યવાસિસાધુઓમાં ચાલુ રહી હતી. આ વિષયમાં ઘણું લખાયેલ છે.

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 228