________________
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧
જાણીને અપક્ષપાતિ બનશે અને પોતાની જાતે જ ભૂલનું પ્રાયશ્ચિત કરીને શુદ્ધ ગુરુની પાસે ચારિત્ર ઉપસંવત્ લઇને પોતાનું જે આવશ્યક કાર્ય કરવાનું છે તે કરશે. તેનાથી તેમના ઉપર મહારાજ સાહેબનો પણ ઘણો મોટો ઉપકાર હશે. કારણ કે પૂર્વાચાર્યોની ચાલી આવતી સામાચારીનો નિષેધ કરીને નવીન પંથ ચાલું કરવાથી કેટલાક અલ્પ સમજવાળા જીવોનું ચિત્ત વ્યર્ડ્સાહિત થઈ જાય છે. અને નવીન પ્રવર્તના દેખવાથી કેટલાક જીવોની શ્રદ્ધા પણ ભ્રષ્ટ થઈ જાય છે. તેથી તે જીવો ધર્મકરણી કરવાના ઉદ્યમને પણ છોડી દેતા હોય છે.
આ રીતે શ્રીવીતરાગ પરમાત્માના માર્ગમાં મોટો ઉપદ્રવ કરવાનો ઉદ્યમ છોડી દેશે, જેથી તેમને મોટો લાભ થશે, અને જૈનમાર્ગની શુદ્ધ નિર્દોષ પ્રવૃત્તિ ચાલવાથી શાસનનો પણ ખૂબ સારો પ્રભાવ પડશે.
આવો અમારો અભિપ્રાય હતો, તે પ્રસ્તાવનામાં લખીને પૂર્ણ કરેલ છે.
અંતે સકલ દેશ નિવાસી શ્રાવકાદિ ચુતર્વિધ શ્રીસંઘને અમારી એ પ્રાર્થના છે કે પ્રતિક્રમણમાં ચાર થોય કહેવાની રૂઢિ પરંપરાથી ચાલી આવે છે.
કોઈ મતલબી પુરુષ પોતાના કોઈ પ્રકારના સ્વાર્થને સાધવા માટે ચાર થોયને બદલે ત્રણ અથવા બે અથવા એક થોય કહેવાની પ્રરૂપણા જે કરે છે, તેમની પ્રરૂપણા વિવેકી જાણકાર પુરુષોના હૃદયમાં પ્રવેશ કરી શકી નથી. પરંતુ કેટલાક અન્ન અને અલ્પ સમજણવાળા ભોળા લોકો છે, તેમના હૃદયમાં જોકે પ્રવેશ કરી શકી છે. તે ભોળા લોકોને આ ગ્રંથનો ઉપદેશ સન્માર્ગ સમજવામાં સહાયક બનશે. જેથી તેમને પૂર્વોક્ત મતવાદિઓનો ઉપદેશ પરાભવ કરી શકશે નહિ. આવી ઉપકાર બુદ્ધિથી શ્રી આત્મારામજી મહારાજે (શ્રીઆનંદવિજયજી મહારાજે) જે આ વિષય ઉપર ગ્રંથ બનાવ્યો છે. તે અમે છપાવીને પ્રસિદ્ધ કરીએ છીએ. જેનાથી શ્રીજિનશાસનની યથાર્થ પ્રવૃત્તિ જે પરંપરાથી ચાલી આવે છે, તે અખંડિત રહે અને બહુલ સંસારી થવાનો ભય ન રાખવાવાળા મતિભેદક લોકોની જે જૈનમતથી વિપરીત પવૃત્તિ છે, તે ખંડિત થઈ જાય, આ અમારા આશીર્વાદ છે. 1 વહુના I
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org