________________
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧
૧૯
કુશીલ શિથિલાચારીની હોય તો પણ સાધુ સમાચારી સર્વથા ઉચ્છિન્ન થતી નથી. તેથી જો કોઈ ક્રિયોદ્ધાર કરે, ત્યારે અન્ય સંભોગી સાધુની પાસે ચારિત્ર ઉપસંપદા વિના, દીક્ષા લીધા વિના પણ ક્રિયોદ્ધાર થઈ શકે છે. અને ચોથી પેઢીથી લઈને આગળની પેઢી પણ જો શિથિલાચારી હોય તો અવશ્યમેવ ચારિત્ર ઉપસંપદા અર્થાત્ પુનઃ દીક્ષા લઇને જ ક્રિયોદ્ધાર કરે અન્યથા નહિ.
જો શ્રીપ્રમોદવિજયજીના ગુરુ પણ સંયમી હોત, તો શ્રી રત્નવિજયજી દીક્ષા લીધા વિના પણ ક્રિયોદ્ધાર કરે તો તે પણ યથાર્થ કહેવાત. પરંતુ શ્રીરત્નવિજયજીની ગુરુપરંપરા તો ઘણી પેઢીઓથી સંયમ રહિત હતી. તેથી જો શ્રીરત્નવિજયજી આત્મહિતાર્થી હોય તો, તેમણે પક્ષપાત છોડીને અવશ્યમેવ કોઇ સંયમી ગુરુ સમીપ દીક્ષા લઇને ક્રિયોદ્ધાર કરવો જોઈએ. કારણ કે શ્રીધનવિજયજીએ પોતાની બનાવેલી પૂજામાં જે ગુર્વાવલી લખી છે તે આ પ્રમાણે છે. ૧. દેવસૂરિ, ૨. પ્રભસૂરિ, ૩. રત્નસૂરિ, ૪. ક્ષમાસૂરિ, ૫. દેવેન્દ્રસૂરિ, ૬. કલ્યાણસૂરિ, ૭. પ્રમોદવિજય અને ૮. રાજેન્દ્રસૂરિ
તેમની ત્રીજી-ચોથી પેઢીવાળા તો સંયમી નહોતા. તેથી શ્રીરત્નવિજયજીએ નવીન ગુરુની પાસે સંયમ લઈને ક્રિયોદ્ધાર કરવો જોઈએ. જો પૂર્વોક્ત રીતિએ ક્રિયોદ્ધાર ન કરે તો જૈનમતના શાસ્ત્રોની શ્રદ્ધાવાળા તેમને જૈનમતના સાધુ કેવી રીતે માને ?
(૧૦) ઇત્યાદિ શ્રીરત્નવિજયજી અને શ્રીધનવિજયજીને મિથ્યાત્વરૂપ કાદવમાંથી બહાર કાઢીને સમ્યક્ત્વરૂપ શુદ્ધ માર્ગ પર ચઢવામાં હિતકારક, કરુણાજનક ઉપદેશ શ્રીઆત્મારામજી મ.સા.ના મુખથી સાંભળીને અમે સૌ શ્રાવકમંડળ ખૂબ આનંદિત થયા.
તે વખતે અમે નિશ્ચય કરી રાખ્યો કે જ્યારે મહારાજ સાહેબ ચાર સ્તુતિના નિર્ણયનો ગ્રંથ બનાવીને અમને આપશે, ત્યારે અમે બધા જ દેશોના શ્રાવકોને અને વિહાર કરવાવાળા સાધુઓને જાણકારી માટે તે ગ્રંથને છપાવીને પ્રસિદ્ધ કરીશું. ત્યારે પૂર્વોક્ત શ્રીરત્નવિજયજીની હિતાર્થક સૂચના પણ તે ગ્રંથની પ્રસ્તાવનામાં લખીશું. જેથી શ્રીરત્નવિજયજી પણ આ વાતને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org